AHMEDABADAHMEDABAD CENTER ZONEAHMEDABAD EAST ZONEAHMEDABAD NEW WEST ZONEAHMEDABAD NORTH ZONEAHMEDABAD SOUTH ZONEAHMEDABAD WEST ZONE

ગુજરાતમાં AAP સદસ્યતા અભિયાનની શરૂઆત, પહેલા ૩૦ વર્ષ બાદ કોંગ્રેસ હારી હતી, હવે ૩૦ વર્ષ બાદ ભાજપ હારશે: અરવિંદ કેજરીવાલ

AAPમાં જોડાવા માટે મોબાઇલ નંબર જાહેર કર્યો, ૯૫૧૨૦૪૦૪૦૪ નંબર પર મિસ કોલ કરીને AAP ગુજરાતના સદસ્ય બનો

અમદાવાદ/ગુજરાત

આમ આદમી પાર્ટીએ વિસાવદરમાં ભારે બહુમતિથી ચૂંટણી જીતી અને ત્યારબાદ આજે આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હી પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ કાર્યકરો અને વિસાવદરની જનતાને જીતને અભિનંદન આપવા ગુજરાત આવ્યા છે. આજે આમ આદમી પાર્ટીના નેતા અરવિંદ કેજરીવાલએ અમદાવાદમાં આમ આદમી પાર્ટીનું ‘ગુજરાત જોડો’ સભ્યતા અભિયાન પણ લોન્ચ કર્યું. આ કાર્યક્રમ દરમિયાન આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય નેતા અરવિંદ કેજરીવાલ સાથે પ્રદેશ પ્રભારી ગોપાલ રાય, સહપ્રભારી ગુલાબસિંહ યાદવ, સહપ્રભારી દુર્ગેશ પાઠક, પ્રદેશ પ્રમુખ ઇસુદાન ગઢવી, ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા, ધારાસભ્ય ચૈતર વસાવા, ધારાસભ્ય હેમંત ખવા, પ્રદેશ સંગઠન મહામંત્રી મનોજ સોરઠીયા, પ્રદેશ મહામંત્રી સાગર રબારી, નેશનલ જ્વૉઇન્ટ સેક્રેટરી રાજુભાઈ સોલંકી, ખેડૂત સેલના પ્રદેશ પ્રમુખ રાજુભાઈ કરપડા, ફ્રન્ટલ સંગઠનના પ્રદેશ પ્રમુખ પ્રવીણ રામ સહિત મોટી સંખ્યામાં પ્રદેશના પદાધિકારીઓ, ઝોનના પદાધિકારીઓ, જિલ્લાના પદાધિકારીઓ અને વિધાનસભાના પદાધિકારીઓ હાજર રહ્યા હતા.

આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હી પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે મોટી સંખ્યામાં હાજર આમ આદમી પાર્ટીના પદાધિકારીઓ સામે પોતાના વિચારો રજૂ કરતા કહ્યું કે, સૌથી પહેલા હું આમ આદમી પાર્ટીના દરેક સિપાહીને વિસાવદરની જીત માટે અભિનંદન આપું છું. પરંતુ સૌથી વધુ અભાર અને વધાઈ આપવી છે વિસાવદરની જનતાને, કેમ કે તેમણે એક નાની પરંતુ ઈમાનદાર પાર્ટી પર વિશ્વાસ વ્યક્ત કર્યો છે. વિસાવદરમાં કેટલાક લોકો બે મહિના સુધી દિવસ-રાત મહેનત કરતા રહ્યા, હું એ મહેનતને સલામ કરું છું. વિસાવદરની જીતના માધ્યમથી ભગવાન આપણને મોટો સંદેશ આપવા માંગતા હતા — ભગવાન જનતામાં વસે છે અને જનતાનો નિર્ણય એટલે ભગવાનનો નિર્ણય છે. એ કોઈ ઇતેફાક નહોતો કે ગયા ચૂંટણીની તુલનાએ આ વખતે અમને ત્રણ ગણું વધુ બહુમતિથી જીત મળી છે. ગુજરાતમાં ભાજપની છેલ્લા 30 વર્ષથી સરકાર છે અને સમગ્ર તંત્ર અને દરેક સિસ્ટમ પર ભાજપની પકડ છે, ત્યાં આપણે પ્રચંડ બહુમતિથી જીત્યા, તો હું એ કુદરતનો ખેલ અને ઉપરવાળાની ઈચ્છા માનું છું. ગુજરાતમાં પહેલા 30 વર્ષ કોંગ્રેસે શાસન કર્યું અને ત્યારબાદ છેલ્લા 30 વર્ષ ભાજપે શાસન કર્યું, હવે એ જ ચક્ર ફરી ચાલવાનું છે અને 30 વર્ષ બાદ હવે ભાજપે જવાનું છે. ભાજપે ઘણો ઘમંડ પાડી રાખ્યો છે, તો હવે એક ઈમાનદાર પાર્ટી સત્તામાં આવશે — આ નક્કી છે.

Back to top button
error: Content is protected !!