ગુજરાતમાં અમદાવાદ તથા ગાંધીનગર અને પૂર્વ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી
આ વર્ષે અત્યાર સુધી મેઘરાજાએ ગુજરાત પર ભારે હેત વરસાવ્યું છે.. આગામી દિવસોમાં પણ મેઘરાજાની કૃપા યથાવત રહેશે તેવી આગાહી સામે આવી છે. હવામાન નિષ્ણાત અંબાલાલે જણાવ્યું છે કે ઉત્તર ગુજરાતમાં ખાસ કરીને પાટણ, સમી હારીજ અને પાલનપુરમાં ભારે વરસાદ વરસશે.. માત્ર બનાસકાંઠામાં જ નહીં, પરંતુ સાબરકાંઠા, અરવલ્લી અને પંચમહાલમાં પણ ભારે વરસાદની અંબાલાલની આગાહી છે.
તેમણે કહ્યું કે ઉત્તર ગુજરાતના કેટલાક ભાગો જળમગ્ન થઇ શકે છે. કચ્છના કેટલાક ભાગોમાં પણ વરસાદની આગાહી અંબાલાલે કરી છે. આ સાથે અંબાલાલે મધ્ય ગુજરાતમાં અમદાવાદ તથા ગાંધીનગર અને પૂર્વ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. અંબાલાલે 7 જુલાઇથી 12 જુલાઇ દરમ્યાન મધ્ય ગુજરાત તથા પૂર્વ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. કેટલાકભાગોમાં 8 થી 10 ઇંચ વરસાદ ખાબકી શકે છે તેવું તેમનું કહેવું છે.
આ સાથે દક્ષિણ ગુજરાતમાં પણ તેમણે ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે.. તેમણે કહ્યું કે 18 જુલાઇ બાદ વરસાદનું જોર ઘટશે. બાદમાં જૂુલાઇના અંતિમ સપ્તાહમાં બંગાળના ઉપસાગરમાં સિસ્ટમ બનશે જે દ.ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ લાવશે.
સુરેન્દ્રનગર શહેરમાં વરસાદી માહોલ જામ્યો છે.. જેસડા, સ્તાપર, બાવરી સહિત અનેક ગામોમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. ધોધમાર વરસાદને પગલે રસ્તાઓ પર પાણી ભરાતા લોકોને હાલાકી પડી હતી. ધ્રાંગધ્રામાં પણ વરસાદી માહોલ સર્જાયો છે.. ભારે વરસાદના પગલે બજારોમાં પાણી ભરાયા હતા.. શહેરના શક્તિ ચોક અને રાજકમલ ચોકમાં પાણી ભરાયા હતા.. પાણી ભરાવવાને પગલે વાહનચાલકો મુસીબતમાં મુકાયા હતા.
જામનગરમાં પણ એક દિવસના વિરામ બાદ ફરી મેઘરાજાએ પધરામણી કરી હતી.. કાલાવડ શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. જૂનાગઢ જિલ્લાના તમામ તાલુકામાં મુશળધાર વરસાદ પડ્યો હતો.. જિલ્લાના વિસાવદરમાં લગભગ દોઢ ઇંચ જેટલો વરસાદ ખાબક્યો હતો.