GUJARATKUTCHMANDAVI

માંડવી માં ક્રિકેટ સટ્ટો રમતા ઇસમને પકડી પાડતી એલસીબી પોલીસ ભુજ.

વાત્સલ્યમ્ સમાચાર.

રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – માંડવી કચ્છ.

કચ્છ માંડવી,તા-૦૩ જુલાઈ : પશ્ચિમ કચ્છ ભુજ  એલ.સી.બી.ટીમના પોલીસ સ્ટાફનાં કર્મચારીઓ માંડવી પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન ખાનગીરાહે બાતમી હકિકત મળેલ કે, આશીફ ઇકબાલ બકાલી રહે. ધવલપાર્ક, માંડવી વાળો માંડવી નગરપાલીકા સામે હાજર છે અને પોતાના મોબાઇલ ફોનમાં ID વડે હાલમાં ચાલી રહેલ TNPL ની ૨૦-૨૦ ની મર્યાદીત ૨૦ ઓવરની ક્રિકેટ મેચ ઉપર ઓનલાઇન આઇડી ઉપર નાણાકીય હારજીતનો ક્રીકેટનો સટ્ટો રમી રમાડે છે. જે હકીકત આધારે તુરંતજ વર્કઆઉટ કરી ઉપરોકત બાતમી વાળી જગ્યાએ રેઇડ કરતા હકીકત મુજબનો ઇસમ પોતાના કબ્જાના મોબાઇલ ફોનથી “R777.COM ” નામની ઓનલાઇન વેબસાઇટ ઉપર ક્રિકેટ સટ્ટો રમતા પકડાઇ ગયેલ અને મોબાઇલ ફોનમાં રહેલ આઇ.ડી.મા રાખેલ બેલેન્સ રૂપીયા ૭,૦૦૦/- ક્રિકેટ સટ્ટૉ રમવામાં ઉપયોગમા લીધેલ જેથી મજકુર ઇસમને આઇ.ડી. કોની પાસેથી લીધેલ તે બાબતે પુછપરછ કરતા જણાવેલ કે, આ આઇ.ડી. કપીલ માલમ(ખોખારી) રહે. માંડવી વાળા પાસેથી મેળવેલ હોવાની હકીકત જણાવેલ જેથી હાજર મળી આવેલ ઇસમ તથા હાજર નહિ મળી આવેલ ઇસમ વિરૂધ્ધમાં માંડવી પોલીસ સ્ટેશન ખાતે ગુ.ર.નં. ૦૨૭૧/૨૦૨૫ જુગાર ધારા કલમ ૧૨(અ) મુજબ ગુનો રજીસ્ટર કરાવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે.અને આરોપી પાસેથી ઝડપાયેલ મુદામાલ આઇ.ડી.માં રાખેલ બેલેન્સ રૂપીયા ૭,૦૦૦/- ક્રિકેટ સટ્ટૉ રમવામાં ઉપયોગમા લીધેલ, રોકડા રૂપિયા ૯,૩૦૦/-,મોબાઇલ નંગ-૧ કિ.રૂ.૧૦,૦૦૦/- આ કુલ મુદામાલ ઝડપી પાડ્યો હતો.

પકડવાનો બાકી ઇસમ , કપીલ માલમ(ખોખારી) રહે. માંડવી.

Back to top button
error: Content is protected !!