વેજલપુર રૂપારેલ નદી-નાળા ની ગામજનો જાતે સાફ સફાઈ કરતાં હોવાના સમાચાર વાત્સલ્ય સમાચાર માં પ્રસિધ્ધ થતા તંત્ર દોડતું થયું

તારીખ૦૪/૦૭/૨૦૨૫
સાજીદ વાઘેલા કાલોલ
કાલોલ તાલુકાના વેજલપુર ગામેં આવેલ રૂપારેલ નદી નાળા ની ગામજનો દ્વારા લોક ફાળો એકકઠ્ઠો કરી જાતે સાફ સફાઈ કરાવતા હોવાના લેખ વાત્સલ્યમ્ સમાચાર પત્ર માં પ્રસિદ્ધ થતા તંત્ર દોડતું થયું કાલોલ તાલુકાના વેજલપુર ગામના જાગૃત નાગરિક દ્વારા વેજલપુર ગામના મધ્યસ્થ માં આવેલ રૂપારેલ નદી નાળા માં ભયંકર ગંદકી હોવાથી ગામના સર્વ સમાજ ના લોકો ને રૂપારેલ નદી નાળા ઉપર થી પ્રસાર થવા ઘણી મુશ્કેલી ઓનો સામનો કરવો પડતો હતો જેથી ગામના જાગૃત નાગરિક ફીરોઝ નાના દ્વારા વેજલપુર ગ્રામ પંચાયત માં અનેક વખત રજુઆત કરવામાં આવી હતી અગાઉ પણ ઈદ નો તેહવાર અને ચોમાસાની ઋતુ આવે તે પેહલા પણ સફાઈ ની માંગ કરવામાં આવી હતી જેથી વેજલપુર ગ્રામ પંચાયત ના તલાટી ક્રમ મંત્રી એ ગામના જાગૃત નાગરિક એવા ફિરોજ નાના ને સાથે રાખી ને વેજલપુર ગામે ભયંકર ગંદકી નું નીરક્ષણ કર્યું હતું વેજલપુર ગ્રામ પંચાયત ના તલાટી ક્રમ મંત્રી જીજ્ઞેશ ભાઈ ગોહિલ દ્વારા ઈદ પેહલા સાફ સફાઈ કરવાનું આશ્વાસન આપ્યું હતું તેમ છતાં સાફ સફાઈ કરવામાં આવી નહતી જેથી વારંવાર વેજલપુર ગ્રામ પંચાયત ના સત્તાધીશો ને રજુઆત કરતા ઉડાવ જવાબો આપી ગામના જાગૃત નાગરિક ને જણાવેલ કે પંચાયત પાસે સાફ સફાઈ કરાવવા માટે પૈસા નથી અને સ્વચ્છતાની ગ્રાન્ટ પણ નથી જેથી ગામના જાગૃત નાગરિક દ્વારા લોક ફાળો એકકઠ્ઠો કરી જાતે સ્વચ્છતા અભિયાન શરૂ કર્યું હતું અને તેના ફોટા વીડિયો બનાવી વોટ્સએપ ના માધ્યમ થી વાયરલ કર્યા હતા જેથી તેના સમાચાર વાત્સલ્યમ્ સમાચાર પત્ર માં પ્રસિધ્ધ થતા તંત્ર દોડતું થયું હતું અને વેહલી સવારથી રૂપારેલ નદી ના ડીપ પુલ ઉપર જે સી બી મશીન તેમજ ટ્રેક્ટર ટોલી મોકલી તાત્કાલિક સાફ સફાઈ ની કામગીરી હાથ ધરી હતી જેથી વાત્સલ્યમ્ સમાચાર ના પત્ર માં પ્રસિધ્ધ થતાની સાથે વેજલપુર ગ્રામ પંચાયત પાસે સ્વચ્છતા અભિયાન અંતર્ગત ગ્રાન્ટ અને સાફ સફાઈ માટે પૈસા આવી ગયા હોય તેવું લાગી રહયુ છે.








