કાલોલ વિશ્વાસ એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા વણકર સમાજ ના તેજસ્વી વિદ્યાર્થીઓ નો સન્માન કાર્યક્રમ યોજાયો.
તારીખ ૦૭/૦૭/૨૦૨૫
સાજીદ વાઘેલા કાલોલ
વિશ્વાસ એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ કાલોલ દ્વારા વણકર સમાજ ના વિદ્યાર્થીઓ નો સન્માન કાર્યક્રમ યોજવામાં આવ્યો .પ્રાપ્ત વિગતો અનુસાર કાલોલ તાલુકાના વિશ્વાસ એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ ના પ્રમુખ કાજલબેન પરમાર દ્વારા બાબા સાહેબની પ્રતિમા ને પુષ્પ અર્પણ કરી દીપ પ્રાગટ્ય કરી, બાલિકા ઓ નું સ્વાગત ગીત રજૂ કરી કાર્યક્રમ ની શુભ શરૂઆત કરવામાં આવી હતી જેમાં 200 જેટલા વિધાર્થીઓ ધોરણ 10/12 અને ઉચ્ચ શિક્ષણ પ્રાપ્ત કરતા સ્નાતક, અનુસ્નાતક અને, નર્સિંગ, પી. એચ ડી તથા અન્ય સિદ્ધિઓ હાંસલ કરનાર અને ચાલુ સાલે નીકરી પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીઓ નું સન્માન કરવામાં આવ્યું હતું .આ કાર્યક્રમ નો મુખ્ય ઉદ્દેશ સમાજ ના વિધ્યાર્થીઓ શિક્ષણ પ્રત્યે વધું રુચિ દાખવે અને વધુ સારૂ શિક્ષણ મેળવે તે હેતુ સાર્થક કરવા માટે આ કાર્યક્રમ યોજાયો હતો આ તબ્બકે છોટાઉદેપુર પ્રા. જિલ્લા શિક્ષણાધિકારી જશવંતભાઈ પરમાર, ટ્રસ્ટ ના ઉપ પ્રમુખ ભાવનાબેન, તેમજ કિરીટભાઈ પરમાર, જયેશભાઈ ડાભી, ગોવિંદભાઈ પરમાર અને ફુલીબેન ખાસ ઊપસ્થિત રહ્યા હતા.વધુ વિગતે 181 ના મિત્તલબેન અને ચેતનાબેન કોન્સ્ટેબલ અને કોકિલા વણકર થકી કાઉન્સિલર દ્વારા પાયા ની સમજ આપી હતી આ પ્રસંગે શિક્ષણ માટે કટિબ્ધ જીવ એવા મહેન્દ્ભભાઈ વણકર વકીલ, સંજયભાઈ વણકર સમાજ ના પ્રમુખ,જગદીશભાઈ ખાખરાવાળા, અશ્વીનભાઈ, પ્રમોદભાઈ, ધીરજ વાઘેલા વકીલ, ઈશ્વરભાઈ વણકર અને વિનોદ કામરોલા સહિત હંસાબેન, ભાવિકા. વી. સહિત ઉપસ્થિત રહી કાર્યક્રમ શોભવ્યો હતો સમાજ ના બહોળી સંખ્યામાં પ્રતિનિધિઓ ઊપસ્થિત રહી કાર્યક્રમ સફળ બનાવ્યો હતો અને સમગ્ર કાર્યક્રમ નું સંચાલન કવિ અને પત્રકાર વિજય વણકર પ્રીત દ્વારા કરવામાં આવ્યું હતું અને કાર્યક્રમ સફળ બનાવી પુર્ણ જાહેર કરવામાં આવ્યો હતો.