MEHSANAVIJAPUR

ગુજરાત મા વકીલો પર હુમલાઓ રાજપીપળા કોર્ટમા પોલીસ દ્વારા વકીલ ને કોર્ટ મા જતા રોકવા બાબતે વિજાપુર વકીલ મંડળ દ્વારા કોર્ટ ખાતે બેઠક કરી ઠરાવ કરાયો

ગુજરાત મા વકીલો પર હુમલાઓ રાજપીપળા કોર્ટમા પોલીસ દ્વારા વકીલ ને કોર્ટ મા જતા રોકવા બાબતે વિજાપુર વકીલ મંડળ દ્વારા કોર્ટ ખાતે બેઠક કરી ઠરાવ કરાયો
વાત્સલ્યમ્ સમાચાર
સૈયદજી બુખારી વિજાપુર
ગુજરાત મા વકીલો ઉપર વારંવાર થઈ રહેલા હુમલાઓ તેમજ તાજેતર મા રાજપીપળા ખાતે કોર્ટ મા જતા પોલીસ દ્વારા રોકવા બાબતે વિજાપુર વકીલ મંડળ દ્વારા પ્રમુખ કૃણાલ પી બારોટની અધ્યક્ષતા મા બેઠક કરી પોલીસ ની કામગીરી ને વખોડી કાઢી ઠરાવ કરવા મા આવ્યો હતો. આ અંગે બાર એસોસિયેશન ના પ્રમુખ કૃણાલ પી બારોટે જણાવ્યું હતું કે રાજપીપળા ડેડિયાપાડા મુકામે વકીલ ને કોર્ટ મા જવા નહિ દેતાં રોક લગાવી હતી. પોલીસે વકીલ સાથે કરેલા બેહુદા વર્તન ને વકીલ મંડળ વખોડી કાઢે છે. કાયદા ની ભાષા મા એડવોકેટ એક્ટ મુજબ એડવોકેટ એક કોર્ટ ઓફિસર ગણાય છે. તેને કોર્ટ મા પ્રવેશ કરવા રોકવો એ ભારતીય બંધારણ ઉપર સીધી તરાપ છે. વકીલો ની માતૃ સંસ્થા બાર કાઉન્સીલ ઓફ ગુજરાત દ્વારા કોર્ટમાં પીઆઈએલ દ્વારા પોલીસ ને પૂછવા મા આવે કયાં કારણોસર કોર્ટ નો ગેટ બંધ કરવા મા આવ્યો વકીલ કોર્ટનો એક અવિભાજ્ય અંગ છે. તેને કોર્ટ મા જતો રોકવો ન્યાય ની અવહેલના છે. આવા કૃત્ય થી એડવોકેટ એક્ટ 1961 નો ભંગ થાય છે. બંધારણ ની કલમ 19 નુ ઉલ્લંઘન થાય છે. લોક તંત્ર ઉપર સીધી છાપ પડે છે. આ બનાવ એક રાજપીપળા ડોડીયાપાડા કોર્ટનો નો નથી સમગ્ર વકીલો માટે ગંભીર પ્રશ્ન છે. આવા બનાવો ના બનવા જોઈએ વિજાપુર વકીલ મંડળ દ્વારા આ બાબતે ઠરાવ કરી સખ્ત શબ્દોમાં વખોડી કાઢે છે.

Back to top button
error: Content is protected !!