કેશોદના શ્રી આશાપુરા ફાઉન્ડેશન પર ગંભીર આક્ષેપ : કરોડોની આવકના ઉપયોગની તપાસની માંગ
કેશોદના આશાપુરા ફાઉન્ડેશન પર કરોડોની ગેરરીતિનો આરોપ : પારદર્શિતા માટે તપાસ જરૂરી

કેશોદના આશાપુરા ફાઉન્ડેશન પર કરોડોની ગેરરીતિનો આરોપ : પારદર્શિતા માટે તપાસ જરૂરી
વાત્સલ્યમ્ સમાચાર
ભરત બોરીચા – જુનાગઢ
જુનાગઢ : શ્રી આશાપુરા ડેવલોપમેન્ટ ફાઉન્ડેશન, કેશોદની કામગીરીની તપાસની માંગ જુનાગઢના નાગરિક ભરત મારવાડી દ્વારા મદદનીશ ચેરીટી કમિશનર, જુનાગઢને એક અરજી દ્વારા શ્રી આશાપુરા ડેવલોપમેન્ટ ફાઉન્ડેશન, કેશોદની કામગીરીની વિગતવાર તપાસની માંગ કરવામાં આવી છે. આ ટ્રસ્ટની કારોબારીની મુદત વર્ષ ૨૦૨૦માં પૂર્ણ થઈ હોવા છતાં ફેરફાર રિપોર્ટ રજૂ કરવામાં આવ્યો નથી. તેમજ આ અરજીમાં જણાવવામાં આવ્યું છે કે આ સંસ્થા સરકારી વિભાગોમાં આઉટસોર્સિંગ દ્વારા મેનપાવર પૂરું પાડવાનું કામ કરે છે, પરંતુ તેના મેમોરેન્ડમ ઓફ આર્ટિકલમાં આવી કામગીરીના હેતુઓનો ઉલ્લેખ નથી. છતાં, સંસ્થા દ્વારા આ કામગીરી થકી કરોડો રૂપિયાની આવક મેળવવામાં આવી હોવાનો આક્ષેપ છે. આ આવકનો ઉપયોગ કયા લોકહિત અને સેવાકીય કાર્યો માટે થયો તેની તપાસની માંગ કરવામાં આવી છે. ભરત મારવાડીએ વિનંતી કરી છે કે જો તપાસ દરમિયાન ગેરરીતિ જણાય અને સંસ્થા કસૂરવાર ઠરે, તો ટ્રસ્ટીઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે. તેમજ વધુ કાર્યવાહી અર્થે આ અરજીની નકલ સચિવાલયના નાયબ સચિવ (સામાન્ય વહીવટ વિભાગ અને મહેસૂલ વિભાગ), સિનિયર ઓડિટ ઓફિસર, જુનાગઢ ગીર સોમનાથના કલેક્ટર, પ્રાંત અધિકારી, વન વિભાગના અધિકારીઓ, જિલ્લા તિજોરી અધિકારી, જિલ્લા પુરવઠા અધિકારઓ, ખાસ જમીન સંપાદન અધિકારી સહિત અન્ય સંબંધિત વિભાગોને મોકલવામાં આવી છે. આ મુદ્દે સંસ્થાની પારદર્શિતા અને જવાબદારીની ખાતરી કરવા માટે તપાસની જરૂર હોવાનું ભારપૂર્વક જણાવ્યું છે.



