AHAVADANG

Dang: અનરાધાર વરસાદમાં ડાંગનાં સાપુતારા ઘાટમાર્ગમાં બે વૃક્ષ ધરાશયી થઈ પડતા રસ્તો કલાકો સુધી બંધ થયો..

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ-ડાંગ
રાજ્યનાં છેવાડે આવેલ ડાંગ જિલ્લામાં અનરાધાર વરસાદ પડી રહ્યો છે.સાપુતારા પંથકમાં રવિવારે સાંજે 6 વાગ્યાથી  સોમવારે સાંજે 6 વાગ્યા સુધીનાં  48 કલાક દરમ્યાન 20 ઈંચ જેટલો વરસાદ નોંધાયો હતો.જે અનરાધાર વરસાદમાં સાપુતારાથી શામગહાનને જોડતા રાષ્ટ્રીય ધોરીમાર્ગનાં અલગ અલગ સ્થળોએ કયાંક પથ્થર તો ક્યાંક માટીનો મલબો ધસી પડ્યો હતો.જયારે બે સ્થળોએ તોતિંગ વૃક્ષો ધરાશયી થઈ માર્ગની વચ્ચો વચ પડતા વાહન વ્યવહાર કલાકો સુધી અવરોધાયો હતો.જેની જાણ સાપુતારા પી.આઈ.નિખિલભાઈ ભોયાને થતા તુરંત જ તેઓએ શામગહાન રેંજનાં આર.એફ.ઓ ચિરાગભાઈ માછીને કરી હતી.અહી શામગહાન રેંજ અને સાપુતારા પોલીસની ટીમે ધરાશયી થઈ પડેલ વૃક્ષોને કટિંગ કરી હટાવી દેતા માર્ગ પૂર્વરત થયો હતો.અહી સાપુતારા પોલીસની ટીમ અને શામગહાન રેંજની વનકર્મીઓની ટીમે અનરાધાર વરસાદમાં પણ લાશ્કરો સાથે જહેમત ઉઠાવી માર્ગ ખુલ્લો કરી યાતાયાત માટે શરૂ કરતા ફસાયેલા પ્રવાસી વાહનો ગંતવ્ય સુધી જવા રવાના થયા હતા..

Back to top button
error: Content is protected !!