GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબીના માનસર ગામે વન વિભાગના સહયોગથી ૮,૦૦૦થી વધુ વૃક્ષો વાવવાનો ભવ્ય પ્રારંભ

 

MORBI:મોરબીના માનસર ગામે વન વિભાગના સહયોગથી ૮,૦૦૦થી વધુ વૃક્ષો વાવવાનો ભવ્ય પ્રારંભ

 

પર્યાવરણ પરિરક્ષણ અને હરિયાળી ક્રાંતિ તરફ વધુ એક મહત્વનું કદમ ઉઠાવતા, મોરબી તાલુકાના માનસર ગામે મચ્છુ નદીના કાંઠે વિશાળ સ્તરે વૃક્ષારોપણ કાર્યક્રમનો શુભારંભ કરવામાં આવ્યો છે. વન વિભાગના ખાસ સહયોગથી આયોજિત આ ઝુંબેશ અંતર્ગત ૮,૦૦૦થી વધુ વૃક્ષો વાવવાનો સંકલ્પ હાથ ધરાયો છે.

નદી કિનારાના વિસ્તારને સુહાવનો અને લીલોછમ બનાવવાના હેતુથી આયોજિત આ કાર્યક્રમમાં ગામના ઉત્સાહી સરપંચશ્રી તથા મોટી સંખ્યામાં ગ્રામજનો ખાસ ઉપસ્થિત રહ્યા હતા. ગ્રામજનોએ ઉત્સાહભેર જોડાણાની સાથે પૃથ્વીને હરિયાળી બનાવવા માટે પોતે વાવેલા વૃક્ષોનું જતન કરવાનો પણ દ્રઢ નિર્ધાર વ્યક્ત કર્યો હતો.

આ કાર્યક્રમમાં  સરપંચશ્રી, ગ્રામજનો અને વન વિભાગના કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા અને વન વિભાગ ગ્રામજનોના આ સંયુક્ત પ્રયાસથી માનસર ગામનો નદી કાંઠો આવનારા સમયમાં પર્યાવરણની દ્રષ્ટિએ ખૂબ જ સમૃદ્ધ બનશે અને સ્થાનિક નિવસનતંત્રને મોટો લાભ થશે.

Back to top button
error: Content is protected !!