CHOTILA:કાગળ પર નહીં, મેદાનમાં કામગીરી! ચોટીલા નાયબ કલેક્ટર એ.ટી. મકવાણાએ સરપ્રાઇઝ ચેકિંગ કરી આરોગ્યતંત્રને દોડતું કર્યું

CHOTILA:કાગળ પર નહીં, મેદાનમાં કામગીરી! ચોટીલા નાયબ કલેક્ટર એ.ટી. મકવાણાએ સરપ્રાઇઝ ચેકિંગ કરી આરોગ્યતંત્રને દોડતું કર્યું
સરકારી સેવાઓ સામાન્ય નાગરિકો સુધી યોગ્ય અને ગુણવત્તાપૂર્વક પહોંચે તે હેતુથી ચોટીલાના નાયબ કલેક્ટર એ.ટી. મકવાણા દ્વારા આણંદપુર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર (PHC) ખાતે કરાયેલી અચાનક તપાસથી સમગ્ર આરોગ્ય વિભાગમાં ખળભળાટ મચી ગયો છે. સરપ્રાઇઝ ચેકિંગ દરમિયાન વહીવટી ખામીઓ અને અનેક પ્રકારની ક્ષતિઓ સામે આવતાં જ નિષ્કાળજી દાખવનારા જવાબદાર કર્મચારીઓમાં ભારે ફફડાટ વ્યાપી ગયો હતો.
મળતી માહિતી મુજબ ચોટીલાના આણંદપુર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે નાયબ કલેક્ટર એ.ટી. મકવાણાએ કરેલા સરપ્રાઇઝ ચેકિંગ દરમિયાન અનેક વહીવટી ક્ષતિઓ અને કામગીરીમાં બેદરકારી સામે આવતાં આરોગ્ય વિભાગમાં ખળભળાટ મચી ગયો હતો. તપાસ દરમિયાન જવાબદાર કર્મચારીઓને જરૂરી સૂચનાઓ આપવામાં આવી હતી અને આરોગ્ય સેવાઓમાં કોઈપણ પ્રકારની બેદરકારી સહન નહીં કરવામાં આવે તેવો કડક સંદેશ આપવામાં આવ્યો હોવાનું જાણવા મળે છે.આ અચાનક નિરીક્ષણથી સરકારી સેવાઓની વાસ્તવિક સ્થિતિનું મૂલ્યાંકન થઈ શક્યું છે. આવી કાર્યવાહીથી કર્મચારીઓમાં ફરજ પ્રત્યે જવાબદારીની ભાવના મજબૂત બને છે, આરોગ્ય સેવાઓની ગુણવત્તામાં સુધારો થાય છે અને સરકારી તંત્ર પ્રત્યે લોકોનો વિશ્વાસ વધુ દૃઢ બને છે. પ્રજાલક્ષી અને જવાબદાર વહીવટ માટે નાયબ કલેક્ટરની આ કામગીરી અન્ય વિભાગો માટે પણ પ્રેરણારૂપ બની શકે છે.







