સુરેન્દ્રનગર મહાનગરપાલિકા વિસ્તારના વોર્ડ નંબર-૮માં આવેલા રીવરફ્રન્ટ રોડ અને જલભવન પાસે પડેલા ખાડામાં પ્રાથમિક મરામત કરવામાં આવી
ગ્રામ્ય વિસ્તારના રસ્તાઓ મોટરેબલ કરવા માટે જેસીબી મશીન, ટ્રેક્ટર અને ડમ્પર સાથે સુપરવાઈઝર સહિત સમારકામની ટીમ કાર્યરત

તા.08/07/2025/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર
ગ્રામ્ય વિસ્તારના રસ્તાઓ મોટરેબલ કરવા માટે જેસીબી મશીન, ટ્રેક્ટર અને ડમ્પર સાથે સુપરવાઈઝર સહિત સમારકામની ટીમ કાર્યરત
સુરેન્દ્રનગર જિલ્લામાં ગત દિવસો દરમિયાન પડેલા ભારે વરસાદને પગલે રાજ્યનાં માર્ગ અને મકાન વિભાગ હસ્તકના રસ્તાઓ ક્ષતિગ્રસ્ત થયા છે ત્યારે રસ્તાઓ ઉપર પડેલા ખાડાઓ અને વરસાદી પાણી દુર કરવાની કામગીરી પુરજોશમાં ચાલી રહી છે જેમાં પ્રથમ તબક્કામાં મરામતની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે વરસાદી માહોલમાં વિરામ આવતા વરસાદના કારણે ક્ષતિગ્રસ્ત થયેલા રસ્તાઓના દુરસ્તી કામગીરી માર્ગ અને મકાન વિભાગ તેમજ સુરેન્દ્રનગર મહાનગરપાલિકા દ્વારા સત્વરે હાથ ધરવામાં આવી છે જે અંતર્ગત આજે સુરેન્દ્રનગર મહાનગરપાલિકા વિસ્તારના વોર્ડ નંબર-૮માં આવેલા રીવરફ્રન્ટ રોડ પર અને જલ ભવન પાસે પડેલા ખાડામાં પ્રાથમિક મરામત કરવામાં આવી હતી આ ઉપરાંત સુરેન્દ્રનગર જિલ્લાના ગ્રામ્ય વિસ્તારના રસ્તાઓ જે વરસાદી પાણી ભરાઈ રહેવાથી ખરાબ થયેલ છે તેનું પણ કોન્ક્રીટ પેચવર્ક કામ શરૂ કરવામાં આવ્યું છે ગ્રામ્ય વિસ્તારના રસ્તાઓની દૂરસ્તી કામગીરી માટે માર્ગ અને મકાન વિભાગની ટીમ કાર્યરત કરવામાં આવી છે જેમાં જેસીબી મશીન, ટ્રેક્ટર અને ડમ્પર જેવા સાધનોની મદદથી રસ્તાઓ મોટરેબલ કરવામાં આવી રહ્યા છે.




