ચોટીલા પ્રાંત અધિકારીના અધ્યક્ષસ્થાને સંકલન સહ ફરિયાદ સમિતિ બેઠક યોજાઇ હતી
પીવાના પાણી, પીજીવીસીએલ લાઇટ, સુરેઇ કેમીકલ ફેકટરી સહિતના પ્રશ્નોના નિરાકરણ અંગે ચર્ચા

તા.08/07/2025/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર
પીવાના પાણી, પીજીવીસીએલ લાઇટ, સુરેઇ કેમીકલ ફેકટરી સહિતના પ્રશ્નોના નિરાકરણ અંગે ચર્ચા
સુરેન્દ્રનગર જિલ્લામાં ચોટીલા નાયબ કલેક્ટર એચ.ટી.મકવાણાના અધ્યક્ષ સ્થાને પ્રાંત કચેરી ખાતે તાલુકાની સંકલન સહ ફરિયાદ સમિતિ બેઠકનું આયોજન કરાયું હતું તેમાં ચોટીલા મામલતદાર પી.બી. જોશી તેમજ જુદા જુદા વિભાગની કચેરીઓના અધિકારીઓ સાથે આ બેઠકમાં નાયબ કલેક્ટર દ્વારા અલગ અલગ પ્રશ્નો અંગે ચર્ચાઓ કરવામાં આવી હતી જેમાં શાળા પ્રવેશોત્સવ દરમિયાન ગામ લોકો દ્વારા કરવામાં આવેલા અલગ અલગ પ્રશ્નો, પીવાના પાણીના, પીજીવીસીએલ લાઇટના, મેવાસા ગામે સર્પ ડંસ અંગેના, સુરેઇ કેમિકલ ફેક્ટરી અંગેના પ્રશ્નોનું નિરાકરણ લાવવા ચર્ચા કરવામાં આવી હતી આ ઉપરાંત ગ્રામ્ય વિસ્તારોમાં રસ્તા ઉપર બાવળો કટિંગ કરવા, ઝુંપડા ગામે નવી આંગણવાડી કરવા, પીયાવા ગામે દબાણ દૂર કરી આંગણવાડી બનાવવા અંગેનો, ચોટીલામાં આવેલા સરકારી જર્જરિત દૂર કરવા અંગેના પ્રશ્નો અંગે ચર્ચાઓ કરવામાં આવી હતી તેમાં નાયબ કલેક્ટર એચ. ટી. મકવાણા દ્વારા પ્રશ્ર્નોના નિરાકરણ બાબતે સૂચનો આપવામાં આવ્યા હતા.




