નેશનલ ટ્રેનીંગ પ્લાન અંતર્ગત ગાંધીધામ વિધાનસભા મત વિસ્તારના ઓફિસરોને તાલીમ અપાઈ
વાત્સલ્યમ્ સમાચાર.
રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – ગાંધીધામ કચ્છ.
ગાંધીધામ,તા-૦૮ જુલાઈ : ભારત ચૂંટણી પંચની માર્ગદર્શિકા મુજબ 5-ગાંધીધામ(SC) વિધાનસભા મત વિસ્તારના તમામ બૂથ લેવલ ઓફિસરોને વિવિધ વિષયોના માર્ગદર્શન દ્વારા સુચારૂ ફિલ્ડવર્ક કરવા માટે સજ્જ કરવામાં આવ્યા હતાં. જેમાં ECI ના વિવિધ કાર્યો અને તેની મતદાર યાદી અદ્યતન રાખવા સાથે ચૂંટણી સંચાલકીય વ્યવસ્થા સંદર્ભે માઈક્રો પ્લાનિંગ વિશે સમજણ આપવામાં આવી હતી. મતદાતાને કોઈ પણ પ્રકારની હાલાકી ન રહે તથા દરેક BLO પોતાની જવાબદારી હેઠળની મતદાર યાદી સતત અપડેટ કરતા રહે તે સંદર્ભે સૂચનાઓ આપવામાં આવી હતી.આ કાર્યક્રમમાં નખત્રાણા પ્રાંત અધિકારી સૂરજ સુથાર દ્વારા કેસ સ્ટડી આધારિત વિવિધ ઉદાહરણો દ્વારા સ્પષ્ટ સમજણ આપવામાં આવી હતી. ગાંધીધામ મામલતદાર જે. એસ. સિંધી તથા નાયબ મામલતદાર ઇલાબેન ફૂલતરીયાએ વહીવટી કામોની ઝડપી ઉકેલની કામગીરીની સરાહના કરી હતી. જેમાં કિડાણા કન્યા શાળાના આચાર્ય દિલીપભાઈ પટેલ સહિત તાલીમાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.