MEHSANAMEHSANA CITY / TALUKO

મહેસાણા મહાનગરપાલિકામાં અક્ષરધામ ફલેટથી શારદા સોસાયટી સુધીના વિસ્તારમાં માર્ગો પર પડેલા ખાડાઓમાં પુરવા માં આવ્યાં.

ખાડા પાડેલ રસ્તાઓનું રીપેરીંગ તેમજ રિસ્ટોરેશનની કામગીરી હાથ ધરવામાં આવી.

વાત્સલ્યમ સમાચાર,બળવંતસિંહ ઠાકોર,મહેસાણા

મહેસાણા મહાનગરપાલિકા દ્વારા ચોમાસાની ઋતુ દરમિયાન શહેરીજનોને વાહન વ્યવહારમાં અગવડતા ન પડે તેમજ વાહન વ્યવહાર સરળતાથી ચાલી શકે તે માટે અલગ અલગ વિસ્તારોમાં વરસાદને કારણે નુકસાની પામેલ રસ્તાઓની રીપેરીંગ તેમજ રિસ્ટોરેશનની કામગીરી હાથ ધરવામાં આવી છે. મહાનગરપાલિકા દ્વારા દ્વારા ક્ષતિગ્રસ્ત થયેલા માર્ગોની મરામત મુખ્ય માર્ગો પર વિટમિક્ષથી પેચવર્ક સહિતની કામગીરી અવિરતપણે કરવામાં આવી રહી છે.

જે અંતર્ગત મહેસાણા મહાનગરપાલિકા વિસ્તારમાં આવેલ અક્ષરધામ ફલેટથી શારદા સોસાયટી સુધીના વિસ્તારમાં માર્ગો પર પડેલા ખાડાઓમાં વિટમિક્ષથી પેચવર્ક કરી મરામત કામગીરી હાથ ધરવામાં આવી છે.

 

Back to top button
error: Content is protected !!