GUJARATRAJKOTRAJKOT CITY / TALUKO

Rajkot: કલેકટરશ્રી પ્રભવ જોશીની અધ્યક્ષતામાં ડિસ્ટ્રિક્ટ રોડ સેફટી કાઉન્સિલની બેઠક યોજાઈ

તા.૧૦/૨/૨૦૨૫

વાત્સલ્યમ્ સમાચાર

વર્ષ ૨૦૨૪માં ગંભીર અકસ્માતનું ૧૦ % પ્રમાણ ઘટ્યું, જીવલેણ અકસ્માતમાં ઘટાડાથી ૩૮ માનવ ઝીંદગી સુરક્ષિત કરાઈ

વાહન અકસ્માત ઘટાડવા અને ટ્રાફિક નિયંત્રણ અર્થે સર્વિસ રોડ પહોળા અને દબાણ રહિત કરવા કલેકટરશ્રીની તાકીદ

Rajkot: રાજકોટ જિલ્લા કલેકટરશ્રી પ્રભવ જોશીની અધ્યક્ષતામાં જિલ્લા વિકાસ અધિકારી શ્રી અનંદુ સુરેશ ગોવિંદની ઉપસ્થિતિમાં કલેકટર કચેરી ખાતે ડિસ્ટ્રિક્ટ રોડ સેફટી કાઉન્સિલની બેઠક યોજાઈ હતી.

બેઠકમાં હાઇવે પર માર્ગ અકસ્માતમાં ઘટાડો નોંધાઈ તે માટે બેઠકમાં રોડ એન્જિનિયરિંગ સહિતની બાબતોની કલેકટરશ્રી દ્વારા સમીક્ષા કરવામાં આવે છે. ત્યારે રોડ સેફટી કામગીરી અને અવેરનેસની ફલશ્રુતિ રૂપે વર્ષ ૨૦૨૩ ની સાપેક્ષ વર્ષ ૨૦૨૪ માં નોંધનીય ૧૦ % જેટલો ઘટાડો નોંધાયો છે.

કલેકટરશ્રી એ આજરોજ બેઠકમાં વિવિધ હાઇવે પર કામગીરીની સમીક્ષા કરતા રાજકોટ ગોંડલ રોડ હાઇવે સંલગ્ન સર્વિસ રોડને સ્મુધ કરવા ખાસ તાકીદ કરી હતી. સર્વિસ રોડ પર પડેલા ગાબડાંઓને પેચવર્ક કરી રીપેર કરવા, નજીના દબાણો દૂર કરવા કલેક્ટરશ્રીએ નેશનલ હાઇવે ઓથોરિટીના અધિકારીઓને ખાસ સુચના આપી હતી. સાથોસાથ રાજકોટ થી કુવાડવા તરફ જતા હાઇવેમાં સર્વિસ રોડ, ગ્રીનલેન્ડ ચોકડી થી ગોંડલ ચોકડી સુધીમાં સર્વિસ રોડ વહેલી તકે રીપેર કરવા એજન્સીઓને સુચના આપી હતી. જયારે રાજકોટ કુવાડવા રોડ બ્રિજની આસપાસ બ્રિજની બંને તરફ પાકો રોડ બનાવવા જણાવ્યું હતું. જ્યારે પડધરી બાયપાસ પાસે તેમજ સર્કલ આસપાસ હોટલોના દબાણો દૂર કરવા, ગેરકાયદે ગેપ ઈન મીડ્યમ બ્રેક કરતા હોટેલ અને પેટ્રોલ પંપ વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી કરવા જણાવ્યું હતું.

કલેકટરશ્રીના માર્ગદર્શન મુજબ કાલાવડ રોડ પર ડ્રાઈવિંગ સિનેમાથી મેટોડા રોડ પર સ્ટ્રીટ લાઈટ લગાડવાથી અકસ્માતના પ્રમાણમાં નોંધનીય ઘટાડો જોવા મળ્યો છે. ગત વર્ષ દરમ્યાન રોડ સેફટી કામગીરી અંતર્ગત હાઇવે પર વિવિધ સાઈન બોર્ડ, હાઇવે ને જોડતા ધોરી માર્ગો પર સ્પીડ બ્રેકર, રોડ પર રમ્બલ સ્ટ્રીપ, કેટ આઇ વગેરે કામગરીને પરિણામે જીવલેણ અકસ્માતમાં ઘટાડો થયો હોવાનું શ્રી જે.વી. શાહે જણાવ્યું હતું.

આ અંગે આંકડાકીય વિગત આપતા કહ્યું હતું કે, વર્ષ ૨૦૨૩ માં ૧૯૭ ગંભીર અકસ્માત સામે વર્ષ ૨૦૨૪ માં જિલ્લામાં ૧૭૭ અકસ્માત નોંધાયા છે. જયારે શહેરમાં વર્ષ ૨૦૨૩માં કુલ ફેટલ અકસ્માતો ૧૭૮ પૈકી વર્ષ ૨૦૨૪માં ૧૬૦ અકસ્માતો નોંધાયા છે. જે મુજબ જિલ્લામાં ૨૦ અને શહેરમાં ૧૮ જેટલા ગંભીર અકસ્માતોમાં ઘટાડો જોવા મળ્યો છે. પરિણામે કુલ ૩૮ જેટલી માનવ ઝીંદગી બચાવી શકાય છે. આવનારા વર્ષમાં ગંભીર અકસ્માતમાં ઘટાડો જોવા મળે તે અંગે કમિટી દ્વારા સક્રિય કામગીરી કરવા પ્રેરણા પુરી પાડી હોવાનું શ્રી જે.વી. શાહે જણાવ્યું છે.

આ મીટીંગમાં આર.ટી.ઓ અધિકારીશ્રી કેતન ખપેડ, રાજકોટ ગ્રામ્ય ડી.વાય.એસ.પી. શ્રી એસ.એસ. રઘુવંશી, ૧૦૮ના શ્રી ચેતન ગધે, સહીત એન.એચ. એ.આઈ., આર.એન્ડ બી. ગ્રામ્ય, નેશનલ ડિવિઝન સ્ટેટ હાઇવે, રૂડા, શિક્ષણ, આરોગ્ય, સહિતના રોડ સેફટી કમિટીના મેમ્બર્સ ઉપસ્થિત રહ્યા હતાં.

Back to top button
error: Content is protected !!