GUJARATKALOL(Panchamahal)PANCHMAHAL
કાલોલ કુમાર શાળા ખાતે આનંદદાયી બાળમેળા અને લાઈફ સ્કીલ બાળમેળો ઉજવાયો.

તારીખ ૦૯/૦૭/૨૦૨૫
સાજીદ વાઘેલા કાલોલ
ગતરોજ બાલવાટિકા થી ધોરણ પાંચ સુધીનો આનંદદાય બાળમેળો ઉજવાયો જેમાં બાલવાટિકા થી ધોરણ પાંચ ના તમામ બાળકોએ ભાગ લીધો અને કાગળ કામ, ગૂંથણ કામ, માટીકામ, કાતરકામ, છાપકામ એકપાત્રીય જેવા આનંદદાયી કાર્યક્રમ કરી બાળકોમાં રહેલી સર્જનાત્મક ક્ષમતા અને કૌશલ્યો ના વિકાસના અભિગમને ઉજાગર કર્યો
ગતરોજ કાલોલ કુમાર શાળા ના ધોરણ છ થી આઠ ના બાળકોએ લાઈફ સ્કીલ બાળમેળાની ઉજવણી કરી.જેમાં લાઈટ ફીટીંગ કેવી રીતે કરવું હથોડી પકડ વગેરેનો ઉપયોગ ફ્યુઝ બાંધવો કેટલાક કાગળ અને કાતર કામ દ્વારા મોડેલ બનાવવા સાથે સાથે પકોડી ના અને બટાકા પૌંઆ ના સ્ટોલ ગોઠવી અન્ય બાળકોને વિતરણ કરી ક્રય વિક્રય ની પ્રક્રિયા સાથે તાલમેલ સાધ્યો અને બાળકોમાં રહેલી વિવિધ પ્રકારની વૃત્તિ અને કૌશલ્યોને વિકસાવવા આ બાળમેળો ખરેખર એમના લાઇફનું સંભારણું બની રહ્યો હતો.







