તા.૦૯.૦૭.૨૦૨૫
વાત્સલ્યમ્ સમાચાર
અજય સાંસી દાહોદ
Singavad :સિંગવડ તાલુકાના એક ગામમાંથી પીડિત મહિલાને તેમના પાડોશી દ્વારા છેડતી કરવાના પ્રયત્ન કરવામાં આવેલ જેથી પીડિત મહિલાએ 181 મહિલા હેલ્પલાઇન ટીમની મદદ માંગી હતા
સીંગવડ તાલુકાના એક ગામમાં પિડિત મહિલાને તેમના પાડોશી દ્વારા છેડતી કરવાના પ્રયત્ન કરવામાં આવેલ જેથી પીડિત મહિલાએ 181 મહિલા હેલ્પલાઇન ટીમની મદદ માંગી હતી જેથી 181 ટીમ ધટના સ્થળે પહોંચી મહિલાનુ કાઉન્સિલીગ કરીયા બાદ જાણવા મળ્યું કે રાત્રે મહિલા પોતાના ઘર માં ઉધતા હતા તે સમયે તેમના પાડોશી નશાની હાલતમાં આવી છેડતી કરવાના પ્રયત્ન કરેલ જે દરમિયાન મહિલા બુમાબુમ કરતા તેમના પાડોશી એ ગડુ દબાવાની કોશિશ પણ કરેલ હતી જે દરમિયાન મહિલાનો દિકરો આવી ગયેલ તે પછી તેમના પાડોશી ભાગી ગયા હતા જેથી આજરોજ 181 ટીમ પહોંચતા સામાપક્ષ ઘરેથી ભાગી ગયેલ હતા જેથી પિડીત મહિલા પોલીસ સ્ટેશનમાં અરજી કરવા માંગતા હોવાથી પીડિત મહિલાને ન્યાય મળી રહે તે માટે અને તેમની સુરક્ષા માટે નજીકના પોલીસ સ્ટેશનમાં અરજી અપાવેલ છે