હાલારના સ્થાનિક સ્વરાજ્યના પદાધીકારીઓના સન્માન

**જામનગર જીલ્લા ભાજપ દ્વારા જીલ્લા ભાજપ કાર્યાલય અટલ ભવન ખાતે તાજેતર માં ચૂંટાયેલા ગ્રામ પંચાયતના સરપંચશ્રી તથા તમામ સભ્ય શ્રી ઓ નો સન્માન સમારંભ યોજાયો હતો
જેમાં જીલ્લા ભાજપ પ્રમુખ શ્રી ડો વિનોદભાઈ ભંડેરી . જામનગર અને દેવભૂમિ દ્વારકાના લોક લાડીલા સાંસદ બેન શ્રી પૂનમબેન માડમ ધારાસભ્ય શ્રી મેઘજીભાઈ ચાવડા, જીલ્લા પંચાયત પ્રમુખ શ્રી મેયબેન ગરસર, જીલ્લા ભાજપ પ્રભારી શ્રી ભાનુભાઈ મેતા જીલ્લા ભાજપ પુર્વ પ્રમુખ શ્રી રમેશભાઈ મુંગરા, જીલ્લા ભાજપ મહામંત્રી શ્રી દિલીપભાઈ ભોજાણી, અભિષેકભાઈ પટવા, ડો.પી.બી.વસોયા, સૂર્યકાંતભાઇ મઢવી, પુર્વ ધારાસભ્ય શ્રી ચિરાગભાઈ કાલરીયા દરેક મંડળ ના પ્રમુ, મહામંત્રી શ્રી ઓ જીલ્લા ,તાલુકા ના ચૂંટાયેલા અને સંગઠન ના પદાધિકારીશ્રીઓ તેમજ મોટી સંખ્યામાં ચૂંટાયેલા સરપંચ શ્રી તથા સભ્ય શ્રી ઓ ઉપસ્થિત રહ્યાં હતા
આગેવાનો દ્વારા દરેક ને પુષ્પગુચ્છ અને પ્રમાણપત્ર આપી સન્માનવામાં આવ્યા હતા તેમજ સાંસદ શ્રી પૂનમબેન માડમ તેમજ ધારાસભ્ય શ્રી મેઘજીભાઈ ચાવડાએ ચૂંટાયેલા તમામ સરપંચ શ્રી ઓ ને ગામ ના વિકાસકાર્યો માં સહયોગ આપવાની ખાતરી આપી તેમ જામનગર જીલ્લા ભાજપ મીડિયા સેલના કન્વીનર ની શ્રી નરેન્દ્રસિંહ પરમારની એક અખબારી યાદીમાં જણાવ્યું છે.*





