AMRELIRAJULA

શિયાળબેટ માં બોટ પલટી મારતા એક વૃદ્ધા ને ઇજા

યોગેશ કાનાબાર રાજુલા

શિયાળબેટ માં બોટ પલટી મારતા એક વૃદ્ધા ને ઇજા

સારવાર અર્થે અમરેલી ખસેડવા આવેલ

અમરેલી જિલ્લાના દરિયાઈ માર્ગ પર આવેલા શિયાળબેટ ગામે ફરી એકવાર બોટ પલટી જવાની ઘટના સામે આવી છે. પીપાવાવ પોર્ટથી શિયાળબેટ સુધી જવા માટે માત્ર બોટ જ એકમાત્ર માર્ગ છે. આજે એક બોટમાં રેતી અને મટિરિયલ ઓવરલોડ ભરવાના કારણે બોટ પલટી મારી ગઈ, જેના કારણે ભારે નાસભાગ મચી હતી.
આ દુર્ઘટનામાં બોટમાં 3 લોકો સવાર હતા, જેમાં શિયાળબેટના સ્થાનિક લોકો પોતાની મદદથી બહાર નીકળી ગયા હતા. એક વૃદ્ધાને ગંભીર ઇજા થતાં તાત્કાલિક રાજુલા હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી, જ્યાંથી વધુ સારવાર માટે અમરેલી રીફર કરવામાં આવી છે.
દરરોજ જોખમભરી મુસાફરી શિયાળબેટ ગામ દરિયાઈ ટાપુ પર આવેલું છે અને અહીં 10,000થી વધુ વસ્તી વસે છે. ગામના લોકો, શાળાના શિક્ષકો, તલાટી મંત્રી, અને પોલીસ સહિતના લોકો દરરોજ બોટ મારફતે અવરજવર કરે છે. શિયાળબેટમાં 35 જેટલી બોટ વહેલી સવારથી સાંજ સુધી ફેરી સેવા આપે છે. જો કે, બોટમાં ઓવરલોડિંગ અને સુરક્ષા નિયમોનું પાલન ન થવાને કારણે આ પ્રકારની દુર્ઘટનાઓ વારંવાર બને છે.50 લોકોની ક્ષમતા સામે 15 લોકોની મર્યાદા શિયાળબેટ ના એક આગેવાન વ્યક્તિ એ જણાવ્યું કે, “અવારનવાર ફિશરીઝ અને મરીન પોલીસને રજૂઆતો કરવા છતાં કોઈ પગલાં લેવામાં આવતાં નથી. બોટમાં 15 લોકોની મર્યાદા હોવા છતાં 50થી વધુ લોકોને બેસાડવામાં આવે છે. 50 વર્ષ પહેલાં પણ આવી જ દુર્ઘટનામાં 5 લોકો ડૂબી ગયા હતા જો કે આ ઘટનામાં મરીન પોલીસ દ્વારા બેદરકારીનો ગુન્હો નોંધાયો પીપાવાવ મરીન પોલીસ પીએસઆઈ જણાવ્યું કે, “આ બોટમાં 1 પુરુષ અને 1 મહિલા સવાર હતા. મહિલાને તાત્કાલિક સારવાર માટે ખસેડવામાં આવી છે. બોટ પલટી જવાની ઘટનામાં બોટ માલિક સામે બેદરકારીનો ગુન્હો નોંધવામાં આવ્યો છે.” દોઢ વર્ષ પહેલાંના વીડિયો અને ફોટા પણ સોશિયલ મીડિયા પર વાઈરલ થયા છે, જેમાં લોકોની જોખમભરી મુસાફરી સ્પષ્ટ જોવા મળે છે.
સુરક્ષા માટે તાત્કાલિક પગલાંની જરૂર દરિયાઈ માર્ગ પર શિયાળબેટ ગામના લોકોની સુરક્ષા માટે તાત્કાલિક પગલાં લેવાની જરૂર છે. બોટ ઓવરલોડિંગ રોકવા માટે કડક નિયમો અને મરીન પોલીસની સક્રિયતા જરૂરી છે.

Back to top button
error: Content is protected !!