
અહેવાલ
અરવલ્લી :હિતેન્દ્ર પટેલ
અરવલ્લી – શામળાજી યાત્રાધામ ખાતે ગુરુપૂર્ણિમા પર્વની ભવ્ય ઉજવણી, શામળિયાના દ્વારે ભક્તોની અનોખી આસ્થા
અરવલ્લી જિલ્લાના પ્રસિદ્ધ યાત્રાધામ શામળાજી મંદિરે આજે ગુરુપૂર્ણિમાના પાવન પર્વ નિમિત્તે ભક્તોની ભારે ભીડ જોઈ મળી. વહેલી સવારથી જ શ્રદ્ધાળુઓ ભગવાન શામળિયાના દર્શન માટે ઉમટી પડ્યા હતા.
“કૃષ્ણમ્ વંદે જગતગુરુ” ની ગૂંજન સાથે સમગ્ર યાત્રાધામ ભક્તિમય બની ગયું હતું. ભગવાન શામળિયાના અનોખા દર્શનનો મહિમા લોકોને આસ્થા રૂપી રહ્યો. ભક્તોએ મંદિર પરિસરમાં યોજાયેલી મંગળા આરતીમાં ભાગ લઈ આત્મિક શાંતિ અને ધન્યતા અનુભવવાની અનુભૂતિ મેળવી.
આજના પર્વ નિમિત્તે ભગવાન શામળિયાને સુવર્ણ અલંકારો અને ભવ્ય આભૂષણોથી વિશેષ શણગારવામાં આવશે, જેને જોવા માટે ભક્તોમાં ઉત્સાહ ઉમટ્યો છે. મંદિર ટ્રસ્ટ દ્વારા ભક્તોની સુવિધા માટે યોગ્ય વ્યવસ્થાઓ પણ કરવામાં આવી છે.મંદિર પરિસરમાં શ્રદ્ધાળુઓ માટે પાણી, આરામગૃહ, આરોગ્ય સેવાઓ તેમજ ભક્તિભાવથી યુક્ત કાર્યક્રમોની પણ વ્યવસ્થા કરાઈ છે, જેને લઈ સમગ્ર યાત્રાધામ પરંપરાગત સાથે આધુનિક વ્યવસ્થાઓથી ગૂંજી રહ્યું છે.




