
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
ડાંગ જિલ્લાની સરકારી વિનયન અને વાણિજ્ય કૉલેજ, વઘઇ ખાતે ગુરુપૂર્ણિમાની ઊજવણી કરવામાં આવી હતી.અહી સકારાત્મક ઉર્જા સાથે “મા સરસ્વતીનાં” ચરણોમાં દીપ પ્રાગટ્ય, પ્રાર્થના અને ગુરુ ભજન સાથે કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી.કોલેજનાં આચાર્ય ડૉ. હેતલબેન રાઉતનાં અધ્યક્ષસ્થાને ખુબ સુંદર રીતે ઉત્સવ ને ઉજવવામાં આવ્યો હતો.ડૉ. હેતલબેન રાઉતે વિદ્યાર્થીઓને સ્વ અનુભવ સાથે ગુરુ મહિમાનો મર્મ સમજાવી અધ્યક્ષીય પ્રવચન આપ્યું હતુ.આ પ્રસંગે ડૉ.જગદીશ ભોયા,ડૉ. પ્રીતિ પટેલે , પ્રા. રાકેશ નાયકાએ ગુરુ મહિમા,માહાત્મ્ય ને ઐતિહાસિક પરંપરાથી લઈ વર્તમાન સમય સુધીના પ્રેરણાદાયક ઉદાહરણો સાથે ગુરુ માહાત્મ્ય પર પ્રાસંગિક ઉદ્બોધન આપ્યું હતુ.કોલેજની વિધાર્થી બહેનો પઢેર ખુશીબેન,ગાવિત જીનલબેન, લોખુંડીયા હેતલબેને ગુરુ માહાત્મ્ય પર પોતાના વિચારો પ્રસ્તુત કર્યા હતા.આ કાર્યક્રમમાં ૬૦ જેટલા વિદ્યાર્થીઓ જોડાયા હતા. કાર્યક્રમનું સંચાલન અને આભારવિધી પ્રા.અક્ષય બાગુલે કરી હતી. અંતે રાષ્ટ્રગાન સાથે કાર્યક્રમની પૂર્ણાહૂતિ કરવામાં આવી હતી..




