લીંબડીનાં જનશાળી અને ટોકરાળા, વઢવાણનાં ફૂલગ્રામ ખાતે મુલાકાત લેતાં પાણી પુરવઠા મંત્રી કુંવરજીભાઈ બાવળીયા
સાયલા ખાતે પીવાનાં પાણીનાં પ્રશ્નોની સમસ્યાના ઉકેલ અંગે સ્થાનિક અધિકારીઓ અને આગેવાનો સાથે બેઠક યોજી
તા.10/07/2025/
બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર
સાયલા ખાતે પીવાનાં પાણીનાં પ્રશ્નોની સમસ્યાના ઉકેલ અંગે સ્થાનિક અધિકારીઓ અને આગેવાનો સાથે બેઠક યોજી
સુરેન્દ્રનગર જિલ્લામાં ગુજરાત સરકારના જળ સંપત્તિ અને પાણી પુરવઠા, અન્ન નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષા વિભાગનાં કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળીયાએ લીંબડી તાલુકાનાં જનશાળી અને ટોકરાળા, વઢવાણ તાલુકાનાં ફૂલગ્રામ ખાતે મુલાકાત લીધી હતી આ મુલાકાતમાં પાણી પુરવઠાનાં સંપ અને વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટની મુલાકાત લઈ જરૂરી સૂચનો કર્યા હતા આ મુલાકાત દરમિયાન પીવાનાં પાણીનાં પ્રશ્નોની સમસ્યાના ઉકેલ અંગે સાયલા મામલતદાર કચેરી ખાતે સ્થાનિક અધિકારીઓ અને આગેવાનો સાથે બેઠક પણ યોજી હતી મુલાકાત દરમિયાન મંત્રીએ ઉપસ્થિત લોકોનાં વિવિધ પ્રશ્નો, સમસ્યાઓ સંવેદનાપૂર્વક સાંભળી તમામ પ્રશ્નોના હકારાત્મક ઉકેલ માટે હૈયાધારણા આપી હતી આ તકે મંત્રીએ ગ્રામજનો પાસેથી પીવાનાં પાણીનાં પ્રશ્નો અને સમસ્યાઓ સાંભળી સંબધિત અધિકારીઓને સત્વરે યોગ્ય નિકાલ માટે તાકીદ કરી હતી આ બેઠકમાં જુદાંજુદાં ગામના પદાધિકારીઓ, ચૂંટાયેલા પ્રતિનધિઓ, આગેવાઓ, પાણી પુરવઠા વિભાગનાં અધિકારીશ્રીઓ, કર્મચારીઓ તેમજ ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતાં.