ભારત સરકાર દ્વારા કોમન સર્વિસ સેન્ટર ના માધ્યમ થી પશુધન ઉદપાકતા માં સુધારા અંગે વર્ચુઅલ અવેરનેસ પ્રોગ્રામ યોજાયો
વડગામ ના ધોતા લક્ષ્મીપુરા ખાતે

12 જુલાઈ જીતશે જોષી પાલનપુર બનાસકાંઠા
ભારત સરકાર દ્વારા કોમન સર્વિસ સેન્ટર ના માધ્યમ થી પશુધન ઉદપાકતા માં સુધારા અંગે વર્ચુઅલ અવેરનેસ પ્રોગ્રામ યોજાયો પશુધન ઉત્પાદકતામાં વૃદ્ધિ માટે આનુવંશિક સુધારણા, રસીકરણ અને જૈવ સુરક્ષાના મહત્વને પ્રોત્સાહન આપવા, એક વર્ચુઅલ અવેરનેસ પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ તા. ૧૧ જુલાઈ ૨૦૨૫ના રોજ સવારે ૧૧:૩૦ કલાકે યોજાયો હતો.
વર્ચુઅલ અવેરનેસ પ્રોગ્રામ: પશુધન ઉત્પાદકતામાં સુધારો – આનુવંશિક સુધારણા, રસીકરણ અને જૈવ સુરક્ષા અંગે પશુપાલકો સાથે વાતચીત કરવા માટે ગુજરાત રાજ્ય માંથી બનાસકાંઠા અને કચ્છ બે લોકેશન સિલેક્ટ કરવામાં આવ્યા હતા જેમાં બનાસકાંઠા માં વડગામ તાલુકા ના
ધોતા લક્ષ્મીપુરા, ના પશુપાલકો સાથે વાતચીત કરવામાં આવી
આ કાર્યક્રમના મુખ્ય મહેમાન તરીકે માનનીય પ્રોફેસર એસ. પી. સિંહ બઘેલ, રાજ્ય મંત્રી, મત્સ્યઉધોગ, પશુપાલન અને ડેરી મંત્રાલય તથા પંચાયતી રાજ મંત્રાલય, ભારત સરકાર, ઉપસ્થિત રહ્યા હતા. તેમણે ધોતા લક્ષ્મીપુરા ગામના પશુપાલક રમીલાબેન ચૌહાણ અને લક્ષમણભાઈ વાઘેલા સાથે વર્ચુઅલ રીતે વાતચીત કરી અને પશુધન ઉત્પાદકતા વધારવા માટે ભારત સરકારની નીતિઓ, યોજનાઓ અને નવીન તકનીકોની ચર્ચા કરી.
માનનીય મંત્રીશ્રીએ ખેડૂતોને આનુવંશિક સુધારણા દ્વારા ઉચ્ચ ગુણવત્તાની પશુ નસ્લોના વિકાસ, રસીકરણ દ્વારા રોગોની રોકથામ અને જૈવ સુરક્ષા પગલાં દ્વારા પશુઓના આરોગ્યની સુરક્ષા અંગે માર્ગદર્શન આપ્યું. આ વર્ચુઅલ કાર્યક્રમમાં ખેડૂતો, પશુપાલકો અને સંબંધિત હિતધારકોને આધુનિક તકનીકો જેવી કે સેક્સ-સોર્ટેડ સીમેન અને ઇન વિટ્રો ફર્ટિલાઇઝેશન (IVF) વિશે જાગૃત કરવામાં આવ્યા. આ ઉપરાંત, ઝૂનોટિક રોગોના જોખમને ઘટાડવા માટે ‘વન હેલ્થ’ અભિગમ અને રસીકરણ કાર્યક્રમોની ચર્ચા પણ કરવામાં આવી. આ કાર્યક્રમ માં સી એસ સી જિલ્લા મેનેજર વિનોદ રણાવાસિયા, સંજય પ્રજાપતિ તથા ભારત ચૌધરી ઉપસ્થિત રહયા હતા




