GUJARATMORBIMORBI CITY / TALUKO

WAKANER;વાંકાનેરના ખાખણા ગામે જૂની અદાવતમાં પરિવાર પર પાઇપ-લાકડી વડે જીવલેણ હુમલો: ૪ સામે ગુનો દાખલ

 

WAKANER;વાંકાનેરના ખાખણા ગામે જૂની અદાવતમાં પરિવાર પર પાઇપ-લાકડી વડે જીવલેણ હુમલો: ૪ સામે ગુનો દાખલ

 

વાંકાનેર તાલુકાના ખાખણા ગામે સામાન્ય બાબતે થયેલી જૂની બોલાચાલીની અદાવત રાખીને એક જ જ્ઞાતિના ચાર શખ્સોએ એક પરિવાર પર લોખંડના પાઇપ અને લાકડીઓ વડે જીવલેણ હુમલો કર્યો હોવાની ફરિયાદ વાંકાનેર તાલુકા પોલીસ મથકે નોંધાઈ છે. હુમલાખોરોએ મહિલા સહિત બે લોકોને ઇજા પહોંચાડી જાનથી મારી નાખવાની ધમકી આપી બાઇકને પણ નુકસાન પહોંચાડ્યું હતું.

બનાવ અંગે મળતી માહિતી મુજબ, ખાખણા ગામે રહેતા હેતલબેન અનિલભાઈ થોરીયા (ઉં.વ. ૨૫) એ વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે કે, આશરે સાત-આઠ દિવસ પહેલા રસ્તા પરથી પસાર થતી વખતે ગારો (કીચડ) ઉડવા બાબતે આરોપીઓ સાથે બોલાચાલી થઈ હતી. જે બાબતની ખાર રાખીને ગત રોજ આરોપીઓ એકસંપ થઈને ફરિયાદીના ઘર પાસે ધસી આવ્યા હતા.

આરોપીઓએ ઘર પાસે આવીને ફરિયાદી તથા તેમના પરિવારજનોને ગાળો ભાંડવાનું શરૂ કર્યું હતું. ત્યારબાદ ઉશ્કેરાયેલા આરોપીઓએ લોખંડના પાઇપ અને લાકડી (પોકા) વડે હુમલો કરી ફરિયાદી હેતલબેનને કપાળના ભાગે તેમજ અન્ય સાથી રતનબેનને પગના ભાગે ગંભીર ઇજાઓ પહોંચાડી હતી. હુમલા દરમિયાન આરોપીઓએ પરિવારને જાનથી મારી નાખવાની ધમકી આપી ત્યાં પડેલા સ્કૂટી મોટરસાયકલમાં તોડફોડ કરી નુકસાન પહોંચાડ્યું હતું.

ભોગ બનનાર મહિલાની ફરિયાદના આધારે વાંકાનેર તાલુકા પોલીસે ખાખણા ગામના જ ચાર આરોપીઓ:૧. સુરેશભાઈ ગોવિંદભાઈ ગોધાણી ,૨. સંજયભાઈ સંગ્રામભાઈ ગોધાણી ,૩. કરણભાઈ સંગ્રામભાઈ ગોધાણી ,૪. રવિભાઈ સંગ્રામભાઈ ગોધાણી વિરુદ્ધ રાયોટિંગ, મારપીટ અને ધમકી સહિતની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધીને તમામ આરોપીઓને ઝડપી પાડવા માટે કાયદેસરની ચક્રો ગતિમાન કર્યા છે.

Back to top button
error: Content is protected !!