
અરવલ્લી
અહેવાલ : હિતેન્દ્ર પટેલ
સાબરડેરી ખાતે પશુપાલકો નો દેખાવો, સાબરડેરીના સત્તાધીશો ધ્વારા ભાવફેર ઓછો ચૂકવ્યો હોવાના આક્ષેપો : ગત ભાવફેર કરતા આ વખતે 360 કરોડ જ ચૂકવ્યા…!!
અરવલ્લી અને સાબરકાંઠા ના લાખો પશુપાલકો ને હવે સાબરડેરી છેતરતી હોય તેવું લાગી રહ્યું છે જેના કારણે પશુપાલકો ને ગાંધી ચિંધ્યા માર્ગ એ આંદોલન કરવાની નોબત આવી છે. છેલ્લા ચાર મહિના વીતવા આવ્યા પછી સાબરડેરી સામે રજૂઆતો કરી પશુ પાલકને ભાવફેર ચૂકવવામાં આવ્યો અને એમાં પણ ગત સરખામણી કરતા ઓછો ભાવફેર ચૂકવ્યો અને જેને લઇ પશુપાલકોમાં રોષ જોવા મળી રહ્યો છે સાથે પશુપાલકો એ આંદોલન ની ચીમકી ઉચ્ચારી સાબરડેરી ખાતે હજારોની સંખ્યામાં દેખાવો કર્યો હતો.પશુ પાલકો માટે સાબરડેરી ધ્વારા પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો હાલ પશુ પાલકોમાં ભારે રોષ છે. રાતદિવસ મજૂરી વેઠી પોતાની મહેનતના રૂપિયા માટે આજે પશુપાલકો સાબરડેરી ના સત્તાધીશો પાસે ન્યાય માંગી રહા છે પરંતુ સાબરડેરીના ચેરમેન સહિત ડિરેક્ટરો નું પેટનું પાણી પણ હલતું ન હોય તેવો ઘાટ છે. હવે જોવાનુ એ રહ્યું છે સાબરડેરી ગત જેટલો ભાવફેર આપે છે કે પછી ઓછો. પરંતુ હાલ તો પશુપાલકોમાં ભારે રોષ છે અને સાબરડેરીના સત્તાધીશો સામે અનેક આક્ષેપો થઈ રહ્યા છે ત્યારે આ બાબતે ચેરમેન અને ડિરેક્ટરો પશુપાલકોના હિતમાં કંઈક વિચારે અને માંગ પ્રમાણે ભાવફેર આપે તેવી માંગ સેવાઈ રહી છે





