અભયમ પાદરા ટીમની પ્રશંસનીય કામગીરી.પર પ્રાંતિય અજાણી મહિલા ને સુરક્ષિત આશ્રય અપાવ્યો.
તારીખ ૧૪/૦૭/૨૦૨૫
સાજીદ વાઘેલા કાલોલ
વડોદરા જિલ્લાના ગ્રામીણ વિસ્તારમાંથી એક જાગૃત નાગરિક દ્વારા 181 હેલ્પ લાઈનમાં ફોન કરીને જણાવેલ કે એક બહેન મળી આવેલ છે મદદની જરૂર છે જેમાં 181ની ટીમ તાત્કાલિક ઘટના સ્થળ પર પહોંચી બેન નું કાઉન્સિલિંગ કરતા જણાવેલ કે તે બેન ઓડીસા રાજ્યની છે છેલ્લા દસ દિવસથી અહીં ગુજરાતમાં મજૂરી કામ કરવા માટે તેમના કાકા ના છોકરા જોડે અહીં આવ્યા હતા દિવસથી મજૂરી કર્યા બાદ તે બહેનને છોડીને ઓડીસા રાજ્યમાં જતા રહ્યા તેથી છેલ્લા દસ દિવસથી બેન ચાલતા ચાલતા વડોદરા જિલ્લાના ભાયલી ગામમાં આવ્યા હતા અને અભયમ પાદરા ટીમને બહેનનું કાઉન્સલિંગ કરતા જણાવા બહેનને સુરક્ષા અને આશ્રયની જરૂર હોવાથી 181 ની ટીમ દ્વારા ટૂંકા અને લાંબાગાળાનો આશ્રય મળી રહે તે માટે તેમને સખી વન સ્ટોપ સેન્ટરમાં સુરક્ષિત આશ્રય આપવા માં આવ્યો હતો 181 મહીલા હેલ્પ લાઈન ટીમ આવા કપરા સંજોગોમાં એક નિરાધાર મહિલા નું મદદ કરીને પ્રશંસનીય કામગીરી કરી છે જે સમાજ માટે પ્રેરણા દાયક ઉદાહરણ પૂરું પાડે છે.