SURENDRANAGARSURENDRANAGAR CITY / TALUKOWADHAWAN

સુરેન્દ્રનગર મહાનગરપાલિકા વિસ્તારમાં ગટરના ઢાંકણા બદલાવવા, વરસાદી પાણીનો નિકાલ અને રોડ-રસ્તા રિ-સરફ્રેસિંગની કામગીરી કાર્યરત

૨ સક્કર મશીન, ૩ જેટીંગ મશીન અને ૫ (રીક્ષા) બકેટની મદદથી શહેરમાં ડ્રેનેજ ગટરની રાઉન્ડ ધ ક્લોક સાફ-સફાઈ

તા.15/07/2025/
બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર

૨ સક્કર મશીન, ૩ જેટીંગ મશીન અને ૫ (રીક્ષા) બકેટની મદદથી શહેરમાં ડ્રેનેજ ગટરની રાઉન્ડ ધ ક્લોક સાફ-સફાઈ

વાહકજન્ય રોગો ફેલાતા અટકાવવા જંદુનાશક દવા છંટકાવ અને ફોગીંગની કામગીરી કરાઈ

સુરેન્દ્રનગર મહાનગરપાલિકા દ્વારા નાગરીકોની પ્રાથમિક સુવિધા અર્થે રોડ-રસ્તાની મરામત, ગટરના ઢાંકણા બદલાવવા, વરસાદી પાણીના નિકાલની વ્યવસ્થા, રોડ-રસ્તા પરના ખાડા પૂરાણ તથા રિસરફ્રેસિંગની કામગીરી અવિરત પણે કરવામાં આવી રહી છે જે અંતર્ગત સુરેન્દ્રનગર મહાનગરપાલિકા વિસ્તારમાં ૪ જેસીબી, ૭ ડમ્પર અને ૧૫ જેટલા મજૂર દ્વારા અંદાજિત ૩૬૦૦ ટન વેટમિક્સ, ૧૪૦૦ ટન જીએસબી, ૧૫૦ ટન ડામરનો ઉપયોગ કરીને શહેરી વિસ્તારમાં પડેલા ખાડાની મરામત કરવામાં આવી હતી જેમાં અત્યાર સુધીમાં ૩૦૧ ખાડાઓની મરામત કરવામાં આવી છે આ ઉપરાંત શહેરમાં રોડ-રસ્તા પરના કુલ ૪૪૮ ખાડાઓ પૈકી ૪૧૦ જેટલા ખાડાઓનું પુરાણ કરવામાં આવ્યું છે જ્યારે ૨ સક્કર મશીન, ૩ જેટીંગ મશીન અને ૫ (રીક્ષા) બકેટની મદદથી શહેરમાં ડ્રેનેજ ગટરની રાઉન્ડ ધ ક્લોક સાફ-સફાઈ કરવામાં આવી રહી છે તેમજ કુલ ૨૬૦ જેટલા ગટરના ઢાંકણા બદલાવવામાં આવ્યા છે શહેરમાં વરસાદી પાણી ભરાયા હોય એવા ૨૫ વિસ્તારોમાંથી ભરાયેલા વરસાદી પાણીનો નિકાલ કરવામાં આવ્યો છે તેમજ ગંદુ પાણી આવતું હોય તેવા ૨૧ જેટલાં વિસ્તારમાં પાણીની લાઈનનું રીપેરીંગ કરવામાં આવ્યું છે વેક્ટરજન્ય રોગ જેવા કે, મેલેરીયા, ડેન્ગ્યૂ અને ચિકનગુનિયા જેવા રોગો ફેલાતા અટકાવવા માટે ડોર ટુ ડોર સર્વેલન્સ અને શહેરમાં ખુલ્લા પ્લોટમાં વરસાદી પાણી ભરાયા હોય ત્યાં જંતુનાશક દવા છંટકાવ અને પાણી ન ભરાયા હોય ત્યાં ફોગીંગની કામગીરી હાથ ધરવામાં આવી છે શહેરના સબ જેલ, લક્ષ્મીપુરા, બાલાજી ગોડાઉન વાળો વિસ્તાર, ગોકુલ પ્લાઝા એપાર્ટમેન્ટની આજુબાજુ, રામેશ્વર સોસાયટી રોડ, નરશી ટેકરી, માલધારી ચોક વિસ્તાર, પટેલ સોસાયટી, રતનપર બાયપાસ રોડ પર મહાકાળી હોટલની પાછળ, શુખશાંતી શેરી, ફોરેસ્ટ ઓફિસ અને રેસ્ટહાઉસ, વીરા હોટલ પાછળનો વિસ્તાર, ટી.બી.હોસ્પિટલ પાછળનો વિસ્તાર, ૮૦ ફુટ રોડ, ભક્તિનંદન સર્કલ, ૬૦ ફૂટ રોડ, નવો ૮૦ ફૂટ રોડ, ગણપતિ ફાટસર વિસ્તાર, હુડકો વિસ્તાર, દર્શન સ્કુલ(રતનપર), GIDC વિસ્તાર, જંક્શન, જોરાવરનગર રામાપીર મંદીર વિસ્તાર, મૂળચંદ રોડ અને સૂડવેલ રોડ સહિતના વિસ્તારમાં જંતુનાશક દવાનો છંટકાવ અને ફોગીંગની કામગીરી કરવામાં આવી છે.

Back to top button
error: Content is protected !!