
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
ડાંગ જિલ્લાનાં આહવા તાલુકાનાં નડગખાદી ગામ ખાતે ખેતરમાંથી ઈલેક્ટ્રીક વિજ કનેક્શન મોટરની ચોરી થતા વઘઈ પોલીસ મથકે લેખિતમાં ફરિયાદ કરવામાં આવેલ છે.પ્રાપ્ત માહિતી અનુસાર, આહવા તાલુકાના નડગખાદી ગામ ખાતે રહેતા ચંદરભાઈ સાધ્યાભાઈ માહલાનાં ગામમાં જ આવેલ જમીન ખાતાં.નં. 155ની જમીનમાં ખેતી પિયત માટે DGVCLની ખેતીવાડીથી ફેઝ ઇલેક્ટ્રિક વીજ કનેક્શન ગ્રાહક નંબર – 10737302275 થી 20 વર્ષ અગાઉ વીજ કનેક્શન લેવામાં આવ્યુ હતુ.અને જે કનેક્શન દ્વારા આ ખેડૂત જમીન લાગુ ખાપરી નદીમાંથી પિયત માટે પાણી લેવા થ્રી ફેઝ ઇલેક્ટ્રિક મોટર 5.Hpની નાખવામાં આવી હતી. અને જે આજદિન સુધી રેગ્યુલર કનેકશન ચાલુ હતુ.પરંતુ ગત તારીખ 10 જુન 2025 ના રોજ ખેડૂત ખેતરમાં ચોમાસું સિઝનની ડાંગરની વાવણી કરવા માટે ગયા હતા.ત્યારે તેઓ વીજ કનેક્શનથી જોડેલ મોટર ચાલુ કરવા ગયા હતા.તે વેળાએ સ્થળ પર થ્રી ફેઝ મોટર 5.Hp જોવા મળી ન હતી.અને કોઈક અજાણ્યા ચોર દ્વારા કનેકશનનાં મોટર સાથે વાયરો કાપી મોટર ચોરી ગયાનું ધ્યાનમાં આવ્યુ હતુ.જે ચોરાયેલ મોટર ની ખેડૂત દ્વારા નદીના કિનારે તેમજ નદીમાં ખૂબ શોધખોળ કરી પરંતુ મોટરની કોઈ ભાળ મળેલ નથી.ત્યારે ખેડૂતને ખ્યાલ આવ્યો કે ખાપરી નદીમાં તેમજ કેટલાંક ખેડુતોના જમીનોમાં આવેલ કુવાઓ પરથી પણ આ અગાઉ ઘણા ખેડૂતોની મોટરો અજાણ્યા ચોરો દ્વારા ચોરી કરી હોવાનું સાંભળવા મળ્યુ હતુ.અને ખેડૂતની મોટર પણ કોઈક અજાણ્યા ચોર ટોળકીઓ ચોરી ગયાં હોય એવું ખેડૂતનું માનવું છે.ત્યારે આ મોટર ચોરી બાબતેની પોલીસ કરિયાદ ખેડૂત એ વઘઈ પોલીસ મથકે કરેલ છે.જેને લઇને વઘઈ પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે..




