GUJARATKUTCHMANDAVI

‘હિન્દુસ્તાન તહેરીક એ ઈન્સાફ’ બિન માન્યતા પ્રાપ્ત રાજકીય પક્ષને ૨૧.જુલાઈ સુધીમાં આધાર પુરાવા સાથે કચ્છ જિલ્લા ચૂંટણી અધિકારી સમક્ષ હાજર થવા તક અપાઈ

રૂબરૂ કે લેખિત રજૂઆત નહીં કરવામાં આવે તો બિન માન્યતા પ્રાપ્ત રાજકીય પક્ષ ‘હિન્દુસ્તાન તહેરીક એ ઈન્સાફ’ને ડિલિસ્ટ કરવાની કાર્યવાહી કરાશે.

વાત્સલ્યમ્ સમાચાર.

રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – માંડવી કચ્છ.

માંડવી,તા-૧૬ જુલાઈ : બિન માન્યતા પ્રાપ્ત રાજકીય પક્ષ ‘હિન્દુસ્તાન તહેરીક એ ઈન્સાફ’ એ છેલ્લા ૦૬ વર્ષથી ચૂંટણી અને રાજકીય પ્રવૃત્તિમાં ભાગ નહીં લેતા કારણદર્શક નોટિસ ઈશ્યૂ કરાઈ કચ્છ જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટરશ્રી કચ્છ દ્વારા નોટિસ ઈશ્યૂ કરીને જણાવાયું છે કે, આમુખ (૧) અને (૨) થી બિનમાન્યતા પ્રાપ્ત રાજકીય પક્ષો કે, જે છેલ્લા છ વર્ષથી કોઇપણ ચૂંટણીમાં ઉમેદવારી નોંધાવી નથી અથવા ૨૦૧૯ થી રાજકીય પ્રવૃતિમાં ભાગ લીધો નથી તેવા પક્ષને કારણદર્શક નોટીસ ઈશ્યૂ કરવાની સૂચના આપવામાં આવી છે.

 

ભારતના વ્યક્તિગત નાગરિકોનું કોઇપણ સંગઠન અથવા સંસ્થાનું (જે પોતાને રાજકીય પક્ષ કહે છે) રાજકીય પક્ષ તરીકે નોંધણી લોક પ્રતિનિધિત્વ અધિનિયમ, ૧૯૫૧ની કલમ 29A ની જોગવાઇઓ દ્વારા સંચાલિત થાય છે. આ કલમ 29A હેઠળ ચૂંટણી પંચ સાથે રાજકીય પક્ષ તરીકે સંગઠનની નોંધણીનો હેતુ જણાવવામાં આવ્યો છે કે લોક પ્રતિનિધિત્વ અધિનિયમ, ૧૯૫૧ ના હેતુઓ માટે તે ભાગની જોગવાઇનો લાભ લેવા માટે, જેનો અર્થ થાય છે, “ઉપરોક્ત કાયદા હેઠળ ભારતના ચૂંટણી પંચ દ્વારા આયોજિત ચૂંટણીઓમાં ઉમેદવારી નોંધાવવી.”

 

લોક પ્રતિનિધિત્વ અધિનિયમ, ૧૯૫૧ ની કલમ 29A હેઠળ “હિન્દુસ્તાન તહેરીક એ ઇન્સાફ” ની બિન માન્યતા પ્રાપ્ત રાજકીય પક્ષ તરીકે નોંધણી કરાવવામાં આવી હતી. ભારતના ચૂંટણી પંચના રેકોર્ડ મુજબ, ઉપરોક્ત પક્ષે વર્ષ ૨૦૧૯ થી છેલ્લા ૬ વર્ષથી કોઇપણ લોકસભા, રાજ્ય વિધાનસભા તદઉપરાંત યોજાયેલ પેટાચૂંટણીઓમાં ઉમેદવારી નોંધાવેલી નથી અથવા રાજકીય પ્રવૃતિઓમાં સક્રિય ભાગીદારી નોંધાવી નથી.આ બાબતોને ધ્યાનમાં રાખીને, તે સ્વયં સ્પષ્ટ છે કે કલમ 29A ના હેતુઓ માટે ઉક્ત પક્ષે રાજકીય પક્ષ તરીકે કાર્ય કરવાનું બંધ કરી દીધું છે.આ સંજોગોમાં ભારતના ચૂંટણી પંચ દ્વારા બંધારણના અનુચ્છેદ ૩૨૪ અને લોક પ્રતિનિધિત્વ અધિનિયમ, ૧૯૫૧ ની કલમ 29A હેઠળ સત્તાઓનો ઉપયોગ કરીને “હિન્દુસ્તાન તહેરીક એ ઇન્સાફ”ને બિનમાન્યતા પ્રાપ્ત રાજકીય પક્ષોની યાદીમાંથી દૂર કરી શકે છે. આ પ્રસ્તાવિત કાર્યવાહી કરતાં પહેલા, ભારતના ચૂંટણી પંચે પક્ષને રજૂઆત/કારણ દર્શાવવાની તક પૂરી પાડવાનો નિર્ણય લીધો છે. બિનમાન્યતા પ્રાપ્ત રાજકીય પક્ષ “હિન્દુસ્તાન તહેરીક એ ઇન્સાફ” ઇચ્છે તો લેખિત રજૂઆત કરવા માટે જણાવવમાં આવે છે કે શા માટે આ પક્ષને ડિ-લિસ્ટ કરવા મુખ્ય નિર્વાચન અધિકારીશ્રી મારફત ભારતના ચૂંટણી પંચને અહેવાલ કરવામાં ન આવે? જો કોઇ રજૂઆત હોય, તો તેની સાથે પક્ષના પ્રમુખ અથવા મહાસચિવનું સોગંદનામુ અને પક્ષ જેના પર આધાર રાખવાનો પ્રસ્તાવ રાખે છે તે તમામ સહાયક દસ્તાવેજો સહિત તા.૨૧/૦૭/૨૦૨૫ ના સવારે ૧૨:૦૦ કલાકે જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર કચ્છ, કલેક્ટર ઓફિસ, ઈલેક્શન શાખા, ભુજ, કચ્છ ખાતે રૂબરૂ હાજર થવાનું રહેશે.જો આ નિયત કરેલી તારીખે બિન માન્યતા પ્રાપ્ત રાજકીય પક્ષ “હિન્દુસ્તાન તહેરીક એ ઇન્સાફ” તરફથી કોઇ હાજર નહીં રહે કે લેખિત પ્રત્યુત્તર નહીં મળે, તો આ બાબતે કંઇ કહેવાનું નથી એમ સમજીને ભારતના ચૂંટણી પંચ પક્ષને વધુ કોઇ સંદર્ભ આપ્યા વિના પક્ષને ડિ-લિસ્ટ કરવા માટે યોગ્ય આદેશો પસાર કરવા માટે ભલામણ કરવામાં આવશે તેમ કચ્છ જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર કચ્છ દ્વારા જણાવાયું છે.

Back to top button
error: Content is protected !!