
વાત્સલ્યમ્ સમાચાર.
રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – માંડવી કચ્છ.
માંડવી,તા-૧૭ જુલાઈ : રાજ્યમાં બનતા ગુનાઓમાં મોબાઇલ ફોનનો ઉપયોગ થાય છે તેમજ મોબાઇલ ચોરીના ગુનાઓનું પ્રમાણ વધવા પામેલ છે. આવા ગુનાઓ શોધવા માટે ગુનામાં વપરાયેલા અથવા ખોવાઇ ગયેલા મોબાઇલ ફોનના IMEI નંબરનું ટ્રેકીંગ કરી ગુનાના મૂળ સુધી પહોંચવા પ્રયત્નો કરવામાં આવે છે. ઘણી વખત મોબાઇલ ફોનના વપરાશકર્તા સુધી પહોંચવામાં આવે ત્યારે જાણવા મળે છે કે તેમને કોઇ અજાણ્યા માણસ પાસેથી મોબાઇલ ખરીદેલો છે જે મોબાઇલ વેચનાર/ખરીદ કરનારને ચોરાયેલ અથવા ગુનામાં વપરાયેલ હોવાની માહિતી હોતી નથી. આવા ગુનાઓના મૂળ સુધી પહોંચવા, સાચા આરોપીને શોધી કાઢવા માટે જૂના મોબાઇલના વપરાશકારે તે મોબાઇલ કોની પાસેથી ખરીદ કરેલો છે અથવા કોને વેચ્યો તે જાણવું જરૂરી જણાય છે. જેથી જૂના મોબાઇલ લે-વેચ કરનાર વેપારીએ મોબાઇલ લેતા પહેલા મોબાઇલ વેચનારનું તથા જૂના મોબાઇલ વેચતી વખતે મોબાઇલ ખરીદનારનું ઓળખ અંગેનું પુરૂં નામ, સરનામું નોંધવું જરૂરી છે.આ હુકમ સમગ્ર કચ્છ જિલ્લાના વિસ્તારમાં લાગુ પડશે. આ જાહેરનામું તા.૧૨/૦૯/૨૦૨૫ સુધી લાગુ પડશે. આ જાહેરનામું કચ્છ જિલ્લા મેજિસ્ટ્રેટ આનંદ પટેલ દ્વારા બહાર પાડવામાં આવ્યું છે.


