
તા.
વાત્સલ્યમ્ સમાચાર
અજય સાંસી દાહોદ
Zalod:લીમડી પ્રાથમિક શાળાના પટાંગણમાં ધરતી આંબા જન જાતીય ઉત્કર્ષ અભિયાન કાર્યક્રમ યોજાયો
આજરોજ તારીખ.૧૭.૦૭.૨૦૨૫ ના સોમવાર ના રોજ ભારત સરકાર ના આદિવાસી નાગરિકોના વિકાસને વેગવંતો બનાવવા ઝાલોદ તાલુકાના લીમડી પ્રાથમિક શાળા ના પટાંગણમાં “ધરતી આબા “જનજાતિય ગ્રામ ઉત્કર્ષ અભિયાન અંતર્ગત કાર્યક્રમ યોજવામાં આવ્યો એમાં અલગ અલગ યોજના ઓનો લાભાર્થીઓએ લાભ લીધો હતો.જેમાં મુખ્ય મહેમાન તરીકે લોકલાડીલા ધારાસભ્ય મહેશભાઈભૂરીયા ઝાલોદ પ્રાંત અધિકારી ઝાલોદ તાલુકાના મામલતદાર તાલુકા વિકાસ અધિકારી તાલુકા હેલ્થ ઓફિસર ડૉ. તુષાર ભાભોર , તાલુકા હેલ્થ સુપરવાઇઝર સંગાડા પ્રા. આ.કે. વરોડ ના મેડિકલ ઑફિસર તેમજ પ્રા. આ.કે. તમામ સ્ટાફ હાજર રહી આરોગ્ય લગતી તમામ સેવાઓ આપવામાં આવી.જેમાં પ્રધાનમંત્રી જન આરોગ્ય કાર્ડ,NCD સ્ક્રીનીંગ, સિકલસેલ ટેસ્ટ, જનરલ ઓપીડી વગેરેની સેવાઓ આપવામાં આવી જેમાં મોટી સંખ્યામાં વિવિધ ગામોના લોકોએ લાભ લીધો અને પ્રોગ્રામ ને સફળ બનાવ્યો.




