કાંકરેજ તાલુકાના થરા રેફરલ હોસ્પિટલ ના જુનિયર ક્લાર્કની બઢતી સાથે બદલી થતા વિદાય અપાઈ.
કાંકરેજ તાલુકાના થરા રેફરલ હોસ્પિટલ ના જુનિયર ક્લાર્કની બઢતી સાથે બદલી થતા વિદાય અપાઈ.

કાંકરેજ તાલુકાના થરા રેફરલ હોસ્પિટલ ના જુનિયર ક્લાર્કની બઢતી સાથે બદલી થતા વિદાય અપાઈ.
બ.કાં.જિલ્લાના કાંકરેજ તાલુકા ના વહેપારી મથક થરામાં આવેલી જે.વી.શાહ રેફરલ હોસ્પિટલ અને સામૂહિક આરોગ્ય કેન્દ્ર ગરીબો માટે આશીર્વાદ રૂપ બની રહ્યું છે.આ હોસ્પિટલમાં ૧ સ્પેશિયાલિસ્ટ જનરલ સર્જન,૭ મેડિકલ ઓફિસર સહિત નર્સિંગ નો સ્ટાફ આવેલ છે.હોસ્પિટલમાં રોજ ૨૭૫ થી વધુ દર્દીઓ સારવાર લેવા માટે આવે છે દર મહિને માસિક ૭ હજાર જેટલા દરદીઓને વિવિધ પ્રસૂતિ,જનરલ ઓપરેશન,ફિજીયોથેરાપી તેમજ દાંતના રોગોની સારવાર કરવામાં આવે છે.રેફરલ હોસ્પિટલના અધિક્ષક ડૉ.ભરતભાઈ ચૌધરી, ડૉ.અન્સારી,ડૉ.અશોકભાઈ ગૌસ્વામી સહિત તમામ સ્ટાફની મહેનતના પરિણામ સ્વરૂપ સુંદર કામગીરી બદલ આ હોસ્પિટલને રાષ્ટ્રીય ગુણવત્તા ખાતરી ધોરણ જાળવતા સરકાર દ્વારા ૨ રાષ્ટ્રીય અને ૫ રાજ્યકક્ષાના સ્વચ્છતા, કાયાકલ્પ અને પ્રસુતિ ક્ષેત્રે લક્ષ્ય સહિતના એવોર્ડ મેળવ્યા છે અને થરા હોસ્પિટલમા છેલ્લા ૧૩ વર્ષ થી જુનિયર કલાર્ક તરીકે નિષ્ઠા પૂર્વક ફરજ બજાવતા દાંતીવાડા તાલુકાના સાંતરવાડા ગામના વતની રમેશભાઈ જગમાલભાઈ ઓડ (ચૌધરી) ની જુનિયર કલાર્ક માંથી સિનિયર કલાર્કમાં બઢતી સાથે પાંથાવાડા ખાતે બદલી થતા અધિક્ષક ડૉ.ભરતભાઈ ચૌધરી,ડૉ.એ.એસ.અંસારી,ડૉ.એ.એ. ગોસ્વામી,ડૉ.મિલનભાઈ દરજી,મનિષ એસ.પ્રજાપતિ, એચ.ડી.જોષી,આરાધના ચૌહાણ,પાયલ એચ.ચૌધરી ચાંગા,નેહા એસ.ચૌધરી થરા, મનુભાઈ જોષી (થરેચા), ઉંમરભાઈ પીલુડીયા,સમરથખાન સિપાહી સહીત હોસ્પિટલના તમામ અધિકારી કર્મચારી દ્વારા વિદાય સંભારભ યોજવામાં આવ્યો હતો.રમેશભાઈ ચૌધરી ના સન્માન સાથે મોમેન્ટો આપી શાલ ઓઢાડી સ્ટાફ પરિવાર દ્વારા ભાવભરી વિદાય આપવામાં આવી હતી.
નટવર કે. પ્રજાપતિ,થરા
મો. 99795 21530




