GUJARATSURENDRANAGARSURENDRANAGAR CITY / TALUKOWADHAWAN

સુરેન્દ્રનગર સિટી બી ડિવિઝન પોલીસ ટીમે રિવરફ્રન્ટ રોડ પરથી ચોરાઉ બાઈક સાથે બે ઈસમોને ઝડપી લીધા

બે મોટરસાયકલ સહિત રૂ.50,000 નો મુદ્દામાલ કબજે કર્યો.

તા.20/07/2025/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર

સુરેન્દ્રનગર સીટી બી.ડીવી. પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ પીઆઇ એ.આર.પટેલ સાહેબનાઓને પો.સ્ટે. વિસ્તારમાં અસરકારક કામગીરી કરવા સારૂ સુચના તથા માર્ગદર્શન આપતા પ્રોહી/જુગારના કેશો કરવા તેમજ ઘરફોડ ચોરી, વાહન ચોરી, લુંટ, ધાડ સહિતના મિલ્કત વિરૂધ્ધના બનાવો અટકાવવા માટે અસરકારક અને પરિણામલક્ષી કામગીરી કરવા પોલીસ સ્ટાફના માણસોને સુચના તેમજ માર્ગદર્શન આપેલ જે અન્વયે સર્વેલન્સ સ્ટાફના માણસો પો.સ્ટે વિસ્તારમા પેટ્રોલીંગ કરતા ઇન્ચાર્જ પીઆઇ એ આર પટેલ, એએસઆઈ મુકેશભાઈ ઉતેળીયા, નરેન્દ્રસિંહ ગોહિલ, ધવલભાઈ પટેલ, બળદેવસિંહ પઢિયાર સહિત સમગ્ર ટીમ દ્વારા સુ.નગર એમ.પી.શાહ આર્ટસ કોલેજ સામે આવેલ રીવરફ્રન્ટ ઉપર પહોચતા એક કાળા કલરનુ હીરો કંપનીનુ સ્પ્લેન્ડર પ્લસ મોટર સાયકલ જેનો રજી નં-GJ-27-FC-6517 વાળામા બે ઇસમો બેસી લઇ આવતા હોય તેઓને ઉભા રખાવતા મોટર સાયકલનો ચાલક તથા તેની પાછળ બેસેલ ઈસમ પોલીસના માણસોને જોઇને ગભરાઇ ગયેલ અને ગલ્લા-તલ્લા કરવા લાગેલ અને શંકાસ્પદ હાલતમાં લાગતા અને કોઇ સંતોષકારક જવાબ આપતા ન હોય અને ગલ્લા તલ્લા કરતા હોય જેથી સદરહુ મો.સા. ચોરી કે છળકપટથી મેળવેલ હોવાનુ જણાઇ આવતા મજકુર મો.સા.ચાલકનુ પંચો રૂબરૂ નામ ઠામ પુછતા પોતે પોતાનુ નામ યાસીનભાઇ રમજાનભાઇ ભટ્ટી રહે. અમદાવાદ શાહીબાગ દરીયા કા ઘુંમટ દરગાહ પાસે જહાંગીર વકીલની ચાલી અમદાવાદ વાળો હોવાનુ જણાવેલ તથા મો.સા.મા પાછળ બેઠેલ બીજા ઇસમનુ પંચો રૂબરૂ નામઠામ પુછતા પોતે પોતાનુ નામ સમીરભાઇ ગુલજારભાઇ કુરેશી રહે.અમદાવાદ શાહીબાગ તાવડીપુરા અકબરી મસ્જીદ પાસે દુધેશ્વર અમદાવાદ વાળો હોવાનુ જણાવેલ અને મો.સા. બાબતે યુક્તિ પ્રયુક્તિથી મજકુર બંને ઈસમોની પુછપરછ કરતા બંને ઇસમોએ ગઇ તા.૧૭/૦૭/૨૦૨૫ ના રોજ વહેલી સવારના ચારેક વાગ્યાના અરશામા અમદાવાદ અમરાઇવાડીમા એક સોસાયટીમા એક ઘર પાસેથી ચોરી કરેલ હોવાની કબુલાત કરેલ જેથી સદરહુ મો.સા જોતા એક હીરો કંપનીનુ કાળા કલરનુ સ્પ્લેન્ડર પ્લસ મોટર સાયકલ જેનો રજીનં- GJ-27-FC-6517 વાળુ જેનો એન્જીન નં.-HA11E7P5D53870 તથા ચેચીસ નં-MBLHAW220P5D02812 છે. જે મો.સા.ની કી.રૂ.૫૦,૦૦૦ ગણી મજકુર બંને ઈસમો પાસેથી BNSS કલમ-106 મુજબ મો.સા.તપાસ અર્થે કબ્જે કરી મજકુર બંને ઈસમોને BNSS કલમ.૩૫(૧)ઈ મુજબ તા.૧૮/૦૭/૨૦૨૫ ના કલાક.૨૦/૧૫ વાગ્યે ધોરણસર અટક કરી આગળની ધોરણસર કાર્યવાહી કરવામાં આવેલ છે.

Back to top button
error: Content is protected !!