GUJARATJASDALRAJKOTRAJKOT CITY / TALUKO

Jasdan: જસદણ નગરપાલિકા દ્વારા રોડ સ્વિપર મશીનથી શહેરના મેઈન રોડ પર રાત્રી સફાઈ કરાઈ

તા.૨૦/૭/૨૦૨૫

વાત્સલ્યમ્ સમાચાર

Rajkot, Jasdan: રાજકોટ જિલ્લાના જસદણ ખાતે સઘન સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. આ અભિયાન અંતર્ગત જસદણ નગરપાલિકા દ્વારા રોડ સ્વિપર મશીનથી શહેરના મેઈન રોડ પર રાત્રી સફાઈ કરવામાં આવી હતી. જાહેર રસ્તા પર આવેલા અન્ય કચરાનો નિકાલ કરવામાં આવ્યો હતો, તથા તેના આસપાસના વિસ્તારમાં સફાઈ અભિયાન હાથ ધરાયું હતું.

આ સફાઈ અભિયાન અંતર્ગત ખાસ મુખ્ય માર્ગો પર થતાં કચરાને દૂર કરી ગામમાં ચોમાસામાં ગંદકીના કારણે ઉત્પન્ન થતાં મચ્છરજન્ય રોગોથી લોકોને સુરક્ષિત કરવા કામગીરી હાથ ધરવામાં આવી હતી. આ સાથે પ્લાસ્ટિકને દૂર કરી સ્વચ્છતા અભિયાનમાં પર્યાવરણને પ્લાસ્ટિકમુક્ત કરવાની કામગીરી પણ કરવામાં આવી હતી.

Back to top button
error: Content is protected !!