
રાજપીપળા ડેપોમાં બસ અકસ્માત, રાજપીપળા દાહોદ બસ પ્લેટફોર્મમાં ઘુસીગઈ મુસાફરોનો આબાદ બચાવ
રાજપીપળા ડેપોમાંથી મુકાયેલી બસ અકસ્માતમાં , બ્રેક ફેલ કે પછી ડ્રાઇવરની ભૂલ…??
રાજપીપળા : જુનેદ ખત્રી
નર્મદા જિલ્લાના વડુ મથક રાજપીપળામાં ડેપોમાં સવારે સવા સાત વાગ્યાની આસપાસ એક દુર્ઘટના ઘટી હતી જે બાદ ડેપોમાં દોડધામ મચી હતી. રાજપીપળા થી દાહોદ જતી બસ નંબર GJ 18 ZT 0279 પોતાના નિયત સમય મુજબ પ્લેટફોર્મ ઉપર આવાની તૈયારી હતી તેના સ્ટેન્ડ પાસે પેસેન્જરો બસની રાહ જોઈ રહ્યા હતા એટલામાં બસ ધડાકાભેર પ્લેટફોર્મ ઉપર ચઢી ડેપોની અંદર ઘૂસી ગઈ ત્યારે અફરા તફરીનો માહોલ સર્જાયો હતો
સદનસીબે એક બે પેસેન્જર જેઓ ડેપોમાં બેઠા હતા તેમને સામાન્ય ઇજાઓ થઈ હતી અને ડેપોનો પિલર ભાંગી ગયો હતો અને બસનો આગળનો કાચ તૂટી ગયો હતો
જોકે સમગ્ર મામલે ડેપોના સત્તાવાળાઓ પાસેથી વાત કરતા પોલીસમાં જાણવાજોગ ફરિયાદ આપી હોવાનું જાણવા મળ્યું હતું અને અકસ્માત કેમ સર્જાયો તેનું કારણ પૂછતા ડ્રાઈવરનો વાંક અથવા બસમાં બ્રેકમાં ખામી સર્જાય હોવાની વાત કરી હતી ત્યારે સવાલ એ છે કે જો બસ ખામી યુક્ત હોય તો શું ચેક કરવામાં નહોતી આવી અથવા ડ્રાઈવરનો વાંક હોય તો તેની સામે પગલા લેવાશે કે કેમ ?? ઉપરાંત તો કોઈ મોટી જાનહાનિ સર્જાઈ હોત તો જવાબદાર કોણ થતું…?? વગેરે સવાલો ટોક ઓફ ધ ટાઉન બન્યા છે



