
રાજપીપળામાં આવેલ પૌરાણિક હરસિદ્ધિ માતાના મંદિરની દાનપેટી માંથી ચોરી , ચોર સીસીટીવીમાં કેદ થયા પોલીસે તપાસ શરૂ કરી
રાજપીપળા : જુનેદ ખત્રી
રાજપીપળામાં પૌરાણિક હરસિદ્ધિ માતાનું મંદિર આવેલું છે આ મંદિરમાં દેશભરમાંથી ભક્તો દર્શન કરવા આવતા હોય છે ત્યારે ચોરોએ ધાર્મિક સ્થળને નિશાન બનાવ્યું છે અને દાન પેટી માંથી ચોરી કરવામાં સફળ રહ્યા છે
૨૧મીની રાત્રિએ ચોર ઇસમો મંદિર પરિષદમાં પ્રવેશ્યા અને પતરાની દાન પેટી માંથી ચોરી કરી ગયા હતા ત્યારે ચોરો cctv કેમેરામાં કેદ પણ થયા છે સમગ્ર મામલે ટ્રસ્ટીઓ દ્વારા પોલીસને જાણ કરવામાં આવી હતી ત્યારે પોલીસ ઘટના સ્થળે પહોંચીને ચોરી અંગે વધુ તપાસ હાથ ધરી છે
સમગ્ર મામલે મંદિરના ટ્રસ્ટી દ્વારા રોષ વ્યક્ત કરાયો હતો અને મંદિરની પાછળની દિવાલ એક વર્ષથી તૂટી ગઈ હોવા છતાં આજદિન સુધી બનાવવામાં આવી ન હોવાની વાત કરી હતી ઉપરાંત થોડા વખત અગાઉ પાર્ટી પ્લોટ માંથી ફરાસખાના નો સામાન પણ ચોરી થયો હતો પરંતુ માલિકે ફરિયાદ નોંધાવી ન હતી. વારંવાર માતાજીના મંદિર પરિસરમાં થતી ચોરી ની ઘટનાઓથી ભક્તજનોના ભારે રોષ છે ત્યારે યોગ્ય સિક્યોરિટી ગાર્ડ સહિત સુરક્ષા વધારમાવા આવે તેવી ભક્તો માંગ કરી રહ્યા છે




