NANDODNARMADA

નર્મદા : નાંદોદના તાલુકાના એક ગામેથી સ્ટેટ મોનિટરિંગ સેલે ૧૭.૮૪ લાખનો દારૂ સાથે બેને ઝડપી લીધા

નર્મદા : નાંદોદના તાલુકાના એક ગામેથી સ્ટેટ મોનિટરિંગ સેલે ૧૭.૮૪ લાખનો દારૂ સાથે બેને ઝડપી લીધા

 

રાજપીપળા : જુનેદ ખત્રી

 

નર્મદા જિલ્લા ના રાજપીપળા પોલીસ ની હદ માથી સ્ટેટ મોનીટરીંગ સેલ દ્વારા પ્રોહિબિશન રેડ કરી 17 લાખ 84 હજાર કરતા વધુ નો ગેરકાયદેસર ભારતીય બનાવટના ઇંગ્લિશ દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે

પ્રાપ્ત વિગતો અનુસાર 19 જુલાઈ 2025 ના ગુજરાતની સ્ટેટ મોનિટરિંગ સેલના પોલીસ સબ ઇન્સ્પેક્ટર આર બી વણાર દ્વારા બાતમીના આધારે નાંદોદ તાલુકાના સેંગપરાથી રામપુરા તરફ જવાના રસ્તે એક પીક અપને ગાડી ને આંતરી હતી અને પિકપમા તપાસ કરતા તેમાંથી પાસ પરમિટ વગર ના 4 હજાર કરતા વધુની સંખ્યા મા દારૂ ના ટીન જેની બજાર કિંમત રૂપિયા 17,84,516 નો ગેરકાયદેસર દારૂ મળી આવ્યો હતો

 

સ્ટેટ મોનીટરીંગ સેલ દ્વારા વાહન ચાલક સંજય ભાઈ કેસૂર ભાઈ વસાવા રહે હજરપુરા અને સાથે રહેલા બકુલ ભાઈ જેસંગ ભાઈ વસાવા રહે તોરણા ને ઝડપી ને દારૂ અને વાહન સહિત કુલ રૂ.23 લાખ 93 હજાર કરતા વધુના મુદ્દામાલ સાથે ઝડપી લઈ રાજપીપલા પોલીસ મથકે કેસ નોંધી આગળની કાર્યવાહી માટે સુપરત કરેલ છે.દારૂ નો જથ્થો મંગાવનાર રાજપીપળા જુના કોટ ના બુટલેગર ભદ્રેશ ઉર્ફે કાળુ તડવીને ભાગેડુ જાહેર કરાયો છે.

 

દારૂ નો જથ્થો મોકલનાર આરોપી તેમજ પિકપ MH 14 GU 7944 ના મલિક ને પણ ભાગેડુ જાહેર કરાયા છે. આ મામલે આરોપીઓ સામે પ્રોહીબિશન અધિનિયમ ની અને ભારતીય ન્યાય સંહિતાની કલમો હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે.

Back to top button
error: Content is protected !!