GUJARATPANCHMAHALSHEHERA

ગોધરા ખાતે મુખ્યમંત્રી વન અધિકાર ખેડૂત ઉત્કર્ષ યોજના અન્વયે બેઠક યોજાઈ

વન અધિકાર ખેડૂત ઉત્કર્ષ યોજના હેઠળ જિલ્લામાં રૂપિયા ૩૦૦ લાખના વિકાસ કાર્યો મંજૂર કરાયા

 

પંચમહાલ ગોધરા

નિલેશભાઈ દરજી શહેરા

પંચમહાલ જિલ્લા કલેક્ટર  અજય દહિયાના અધ્યક્ષ સ્થાને કલેક્ટર કચેરી, ગોધરા ખાતે વન અધિકાર અધિનિયમ-૨૦૦૬ હેઠળની મુખ્યમંત્રી વન અધિકાર ખેડૂત ઉત્કર્ષ યોજના ૨૦૨૫-૨૬ ના આયોજન માટે એક મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં જિલ્લાના વન અધિકારના લાભાર્થીઓના સર્વાંગી વિકાસ અર્થે રૂપિયા ૩૦૦ લાખના વિવિધ કામોનું આયોજન સર્વાનુમતે મંજૂર કરવામાં આવ્યું છે.

આ બેઠકમાં જિલ્લા પંચાયત પ્રમુખ રેણુકાબેન ડાયરા, રાજ્યસભા સાંસદ ડૉ. જસવંતસિંહ પરમાર, ઇન્ચાર્જ જિલ્લા વિકાસ અધિકારી ડી.એમ. દેસાઈ, જિલ્લા પોલીસ અધિક્ષક હિમાંશુ સોલંકી, હાલોલના ધારાસભ્ય જયદ્રથસિંહજી પરમાર, પ્રાયોજના વહીવટદાર ડી.આર. પટેલ, અધિક નિવાસી કલેક્ટર જે.જે. પટેલ સહિતના પ્રાંત અધિકારીશ્રીઓ અને વિવિધ વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

 

Back to top button
error: Content is protected !!