AHAVADANG

ડાંગ જિલ્લાના આહવા એસ.ટી ડેપો ખાતે આરોગ્ય ચકાસણી કેમ્પ યોજાયો

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ

આહવા એસ.ટી ડેપો ખાતે વલસાડ વિભાગીય નિયામક શ્રી એન.એસ.પટેલના માર્ગદર્શન હેઠળ આહવા એસ.ટી. ડેપો મેનેજર શ્રી કિશોરસિંહ પરમારના અધ્યક્ષ સ્થાને એસ.ટી કર્મીઓ તેમજ મુસાફરો માટે આરોગ્ય તપાસણી કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.
શ્રીમદ રાજચંન્દ્ર હોસ્પિટલ ઘરમપુરના સંયુક્ત ઉપક્રમે આયોજિત આ કેમ્પમાં એસ.ટીના તમામ કર્મચારીઓનું મેડીકલ ચેકઅપ હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં હિમોગ્લોબીન,સુગર, બ્લડ પ્રેશર અને આંખની તપાસ પણ કરવામાં આવી હતી. આંખની તપાસ દરમિયાન જરૂરીયાત મંદ લોકોને મફતમાં ચશ્માં વિતરણ કરવામાં આવ્યાં હતાં. તેમજ દવાઓની જરૂરીયાત ધરાવનાર દર્દીઓને મફત દવાઓનું વિતરણ કરવામાં આવ્યું હતું.
આ કેમ્પમાં એસ.ટીના ૩૬૦ થી વધુ કર્મચારીઓ સાથે જાહેર જનતાએ પણ લાભ લીધો હતો.

Back to top button
error: Content is protected !!