GUJARAT
જામનગર મહાપાલિકા સ્વયંસેવકોને ચાર મહિના માનદ વેતનથી કામ આપશે

જામનગરમા મહાપાલિકા વિસ્તારમા મેલેરિયા નીયંત્રણ માટે હજુય વધુ સઘન પગલા લેવા તંત્ર સક્રીય છે આરોગ્ય અધીકારી MOH ડો.ગોરી સા., મેલેરિયા નીયંત્રણ અધીકારી પંચાલ એ કમીશનર દીપેશ કેડીયાની સુચના અને ડે.કમી. દેવેન્દ્ર ઝાલાના માર્ગદર્શનમા આ અંગે કામગીરી ચાલુ છે
હવે હજુ ચાર મહિના મચ્છર નીયંત્રણ માટે ફોગીંગ મચ્છરના લારવા નાબુદી કામ વગેરે માટે ૯૦ સ્વયંસેવકો ચાર મહિના માટે માનદ વેતનથી કામ કરે તેવુ આયોજન કરાયુ છે
આ અંગેની અધીકૃત વીગત નવ નીયુકત જનસંપર્ક અધીકારી જશ્મીન મારૂ એ માધ્યમોને પુરી પાડી છે



