વિજાપુર ગૌસેવા હિત રક્ષક સમિતિ દ્વારા ગૌવંશ ના રક્ષણ અંતર્ગત ગૌશાળા બનાવવા ની માંગણી સાથે મામલતદાર ને આવેદન પત્ર સુપ્રદ કર્યું
વાત્સલ્યમ્ સમાચાર
સૈયદજી બુખારી વિજાપુર
વિજાપુર તાલુકાના વિસ્તારો મા રખડતી ગાયો ના રક્ષણ તેમજ ગૌવંશ બચાવવા અંતર્ગત ગૌસેવા હિત રક્ષક સમિતિ દ્વારા થી રેલી કાઢી મામલતદાર કચેરીએ પોહચી ને મામલતદાર શૈલેષ સિંહ બારીયા ને આવેદન પત્ર આપ્યું હતું. જેમાં આશ સેકન્ડરી સ્કૂલ ના વિદ્યાર્થીઓ અને વિધાર્થિનીઓ પણ રેલી મા જોડાયા હતા.ગૌ સેવા સમિતિ ના સભ્યો એ ગૌરક્ષા માટે પાલીકા જૂથ પંચાયત સહિત ના વિસ્તારો મા રખડતી ગાયો માટે ગૌસેવા અને ગૌ હોસ્ટેલ બનાવી ગાયો ને રક્ષણ મળે તે માટે વ્યવસ્થા કરવાની માંગ કરી હતી. ગૌસેવા હિત રક્ષક સમિતિ ના સભ્યો એ જણાવ્યું હતુ કે હાલ મા ટીબી વિસ્તાર સરદાર બાવલા પાસે હાઇવે રોડ શાક માર્કેટ બસ સ્ટેન્ડ રોડ ચક્કર ખત્રી કૂવા તેમજ ગોવિંદપુરા જૂથ પંચાયત વિસ્તાર મણીપુરા રોડ ઉપર રખડતી ગાયો માટે પ્રશાસન પાસે ગૌરક્ષણ માટે કોઈ વ્યવસ્થા નથી એક પણ એનિમલ હોસ્ટેલ નથી જેના કારણે રોડ ઉપર રખડતું પશુધન ગંભીર પણે જોખમી બન્યા છે. ઘણા લોકોએ જીવ ગુમાવ્યા છે તો ઘણા લોકો ઇજગ્રસ્ત બન્યા છે. મોટા શહેરો મા ગૌશાળા અને એનિમલ હોસ્ટેલ બનાવવા મા આવ્યા છે. જ્યાં રખડતું પશુધન નો વધારો થતાં નાના નગરો ગામડાઓ મા ઠાલવવા મા આવે છે. નગર પાલિકા પાસે ગૌશાળા કે ગૌ હોસ્ટેલ કે ઢોર વાડ ની સુવિધા નથી તેઓ આ જવાબદારી પાંજરા પોળ ની સમજે છે. જેથી પાલીકા ને સાથે રાખી ભાડા પટ્ટે કોઈ જગ્યા રાખી કે પડતર જગ્યા કે ગૌચર ની જગ્યા ઉપર ગૌશાળા કે એનિમલ હોસ્ટેલ બનાવો અને રખડતા પશુ ધન ને ન્યાય આપો. તેવી માંગ કરી હતી. મામલતદારે રજૂઆત કર્તાઓની પાસે પશુ ધન માટે ની વ્યવસ્થા કરવા 10 દિવસ ની માંગ કરી હતી. રખડતા પશુ ધન માટે વ્યવસ્થા કરવાનો દિલાસો આપતા ગૌ રક્ષકો પરત ફર્યા હતા.