રક્ષાબંધન એ સમગ્ર હિન્દૂ સમાજ ને જોડતું અને સમરસતાનું પર્વ છે.

24 જુલાઈ જીતેશ જોષી પાલનપુર બનાસકાંઠા
રક્ષાબંધન એ સમગ્ર હિન્દૂ સમાજ ને જોડતું અને સમરસતાનું પર્વ છે. રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ પણ આ પર્વની હર્ષલ્લાસથી ઉજવણી કરે છે. એના અનુસંધાને બનાસકાંઠા વિભાગ ધર્મજાગણ સમન્વય દ્વારા આજે અંબાજી મંદિર માતાજી ના સાનિધ્ય માં અંબે માંના પરમ ભક્ત શ્રી ગિરીશભાઈ ઠક્કર દ્વારા પંડિતો ની હાજરીમાં પુજન કરી એક લાખ થી વધુ રક્ષાઓ ધર્મ જાગરણના કાર્યકર્તાઓને અર્પણ કરવામાં આવી. ધર્મજાગરણના કાર્યકર્તાઓ હિન્દુ સમાજના ઘરે ઘરે જઈને એકબીજાને રક્ષા સૂત્ર નું બાંધશે.સાથે સાથે હિન્દુ સમાજ એકતા અને સમરસતાનો ભાવ જગાડી એક ભાઈ બીજા ભાઈ માટે રક્ષણનો ભાવ પેદા કરી રાષ્ટ્ર કાર્ય માટે પ્રેરણા આપશે સંઘમાં વર્તમાન સમય માં શતાબ્દી વર્ષ ચાલી રહ્યું છે 100 વર્ષની સ્થાપના પૂર્વે હિન્દુ સમાજના દરેક ઘર ઘર સુધી સંપર્ક કરી પાણી બચાવો, પર્યાવરણનું જતન કરવું ,પરિવાર તૂટતા અટકે એ માટે કુટુંબ પ્રબોધન વિષય મુકવો, ભૂમિ સુપોષિત થાય એ માટે થઈને જળ સંચય અને જૈવિક ખેતીનો અભિગમ અપનાવો અને ભારત માતા ને વિશ્વ ગુરુ બનાવવાના સંકલ્પ સાથે આ પર્વની હર્ષોઉલાશ સાથે ઉજવણી કરવામાં આવશે







