KALOL(Panchamahal)PANCHMAHAL

વેજલપુર ચલાલી ચોકડી પાસે બાઈક ને નડ્યો અકસ્માત.બાઈક ઉપર સવાર બે પૈકી એક નું ઘટના સ્થળે કમકમાટી ભર્યું મોત એક નો આબાદ બચાવ

 

તારીખ ૨૪/૭/૨૦૨૫

સાજીદ વાઘેલા કાલોલ 

કાલોલ તાલુકાના વેજલપુર ચલાલી ચોકડી ઉપર બાઈક ને નડ્યો અકસ્માત બાઈક ઉપર સવાર બે પૈકી એક નું ઘટના સ્થળે કમકમાટી ભર્યું મોત એક નો આબાદ બચાવ થયો હતો

ગતરોજ હાલોલ થી ઝાલોદ લીમડી તરફ પોતાના વતન તરફ જઈ રહેલા બે બાઈક સવાર ને કાલોલ તાલુકાના વેજલપુર ગામે આવેલ ચલાલી ચોકડી ઉપર આશરે ચાર વાગ્યા ના સમયે એસ ટી બસ ના ચાલકે ઓવરટેક કરતી વખતે બાઈક ને અડફેટમાં લેતા બાઈક ઉપર સવાર બે પૈકી બાઈક પાછળ બેઠેલ એક ઇસમ ટાયર નીચે અડફેટમાં આવી જતા ઘટના સ્થળે કમકમાટી ભર્યું મોત નિજપ્યું હતું જ્યારે બાઈક ચલાવતા ચાલક નો આબાદ બચાવ થયો હતો અકસ્માત ની ઘટના બનતાની સાથે આજુબાજુ ના તેમજ રાહદારીઓ ના ટોળેટોળા ભેગા થયા હતા જેથી અકસ્માત માં મૃત્યુ પામેલ વ્યક્તિ ના શરીર ના અંગો ગંભીર રીતે જુદા જુદા પડી જતા ત્યાં હાજર લોકોએ પોતાનો શરીર ઉપર થી સટ ઉતારી મૃતદેહ ઉપર ઢાંકી માનવતા દેખાડી હતી ઘટના ની જાણ વેજલપુર પોલીસ ને જાણ થતા ની સાથે પોલીસ સ્ટેશન નો સ્ટાફ ઘટના સ્થળે પોહચી ગયો હતો ટ્રાફિક હળવો કરી ડેડ બોડી ને પીએમ અર્થે ખસેડી આગળ ની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

Back to top button
error: Content is protected !!