KALOL(Panchamahal)PANCHMAHAL

કાલોલ તાલુકાના નાંદરખા ગામમાં મોબાઇલ ટાવરનું બાંધકામ અટકાવવાની માંગ સાથે મામલતદારને આવેદનપત્ર આપ્યું.

 

તારીખ ૨૪/૦૭/૨૦૨૫

સાજીદ વાઘેલા કાલોલ 

કાલોલ તાલુકાના નાંદરખા ગામના રહિશો દ્વારા ગામમાં નવિન મોબાઇલ ટાવરનું બાંધકામ અટકાવવા મામલતદાર કચેરી ખાતે મોટી સંખ્યામાં ગ્રામજનોની સહિઓ સાથે મામલતદાર યોગેન્દ્રસિંહ પુવાર ને આવેદનપત્ર આપવામાં આપ્યું હતું જેમાં જણાવાયું હતું કે કાલોલ તાલુકાના નાંદરખા ગામમા એરટેલ કપંનીવાળા મોબાલઈનું મસ મોટુ ટાવર નાખવાનું બાંધકામ ચાલુ કરી નાખેલ છે. અને આ ટાવરના કારણે ગામમા રેડીએશન થવાનો ભય છે તેમજ તેના કારણે ગામની સર્ગભા સ્ત્રીઓ,નાનાબાળકો, તેમજ પક્ષીઓને ભારી માત્રામાં નુકશાન થાય તેમ છે તેમજ આવા મોબાઇલ ટાવર રહેણાંક વિસ્તારમાં ઉભા કરવાં એ જોગવાઇ ઓને અનુકુળ નથી.જયા ટાવર ઉભો કરવામાં આવે તે ધોવાણ વાળી જગ્યા છે માટે ટાવર પડી જવાનો ભય છે તેમજ ટાવરની આજુબાજુ ૧૦ મીટરની અંતરમા કાચા-પાકા મકાનો આવેલા છે જો વાવાઝોડુ આવે અને એ ટાવર પડી જાય તો કાચા-પાકા મકાનોને નુકશાન થશે તેમજ તેમા સહેતા ઈસમોના જીવને જોખમ રહેવાની ભીતી છે અને આ રેડીએશનથી તમામ લોકોને ચામડીના રોગો,કેન્સર જેવી કેટલીય બીમારીઓ થાય તેમ છે જે બાબતે અમો ગ્રામ પંચાયત નાંદરખાના સરપંચ તેમજ તલાટી ને લેખીતમા જાણ કરેલ હતી છતા આજ દિન સુધી કોઈ કાર્યવાહી કરવામાં આવેલ નથી.માટે આપે ને આ આવેદન આપવાની ફરજ પડેલ છે તેથી અમો આપણને જણાવીએ છીએ કે વહેલામાં વહેલી તકે આ મોબાઈલના ટાવરનું કામકાજ કાયમી ધોરણે બંધ કરવામાં આવે તેવી માંગ સાથે મામલતદારને રજૂઆત કરતા આવેદનપત્રમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

Back to top button
error: Content is protected !!