NANDODNARMADA

દેડિયાપાડાના કોલીવાડા ગામે ઝઘડામાં છોડાવવા પડેલ આડેધને બેટ વડે મારી મોત નિપજાવનાર બે આરોપીઓને આજીવન કેદની સજા

પ્રસ્તુત કેસમાં હકીકત એવી છે કે આ કામના આરોપીઓ તા. ૨૭/૦૬/૨૦૨૩ના આ કામનાં ફરીયાદીના નાના ભાઈ (ઈજાપામનાર સાહેદ) ના ઘરે મોજે કોલીવાડા (બોગજ) ગામે ગયા હતા. તે વખતે આ કામના આરોપીઓ ઇજા પામનાર સાહેદ પાસે દારૂ પીવામાટે ૧૦૦ રૂપીયાની માંગણી કરતા, ઇજા પામનારે ના પાડતા આરોપી (૨)અંકિતભાઈ નરપતભાઈ વસાવા નાઓએ ફરીયાદીના ઘરમાં પડેલ લાકડાના હાથા બનાવટના બેટ વડે ઇજાપામનાર સાહેદને ડાબી આંખની નિચેના ભાગમાં તથા બન્ને આંખોની વચ્ચેના ભાગે તથા માથાના ઉપરના ભાગે બેટ મારી તથા આરોપી (૧) પ્રિતેશભાઇ નવલભાઈ વસાવા નાઓએ આરોપી અંકિત પાસેથી બેટ લઇ ઇજા પામનાર સાહેદને આગળના દાંતના ભાગે તથા માથાના પાછળના ભાગે માર મારી ગંભીર અને જીવલેણ ઇજાઓ પહોંચાડેલ જેથી આ કામના ફરીયાદીના પિતાજી (મરણજનાર) લક્ષ્મણભાઇ પારસિંગભાઇ વસાવા નાઓ ઇજાપામનાર સાહેદને આરોપીઓના મારમાંથી બચાવવા સારૂ વચ્ચે પડતા આ કામના આરોપીઓ મરણજનાર લક્ષ્મણભાઇને ક્રીકેટ રમવાના લાકડાના બેટથી માર મારી ગંભીર ઇજા પહોંચાડી અને સારવાર દરમ્યાન દેડીયાપાડા સરકારી દવાખાના ખાતે મરણ થયું હતું

 

સદરહુ કેસ રાજપીપળાની પિ્રન્સી. ડિસ્ટ્રીકટ એન્ડ સેસન્સ જજ શ્રી આર.ટી. પંચાલ સાહેબની કોર્ટમાં ચાલી ગયો હતો. જેમાં કરીયાદી તર્ક જીલ્લા સરકારી વકીલ જીતંદ્રસિંહ જે. ગોહીલ નાઓએ ફરીયાદીપક્ષે સાહેદો સાયન્ટીફિક પુરાવાઓ તથા દસ્તાવેજી પુરાવાઓ તેમજ નામદાર હાઈકોર્ટ તથા સુપિ્રમ કોર્ટના જજમેન્ટો તથા લેખીત તથા મૌખીક દલીલો રજૂ કરી નામદાર કોર્ટે સદર પુરાવાઓને ધ્યાનમાં રાખી આરોપીઓને ઈ.પી.કોડ કલમ- ૩૦૨,૩૦૭,૪૫૨,૪૪૯,૧૧૪ તથા ગુજરાત(બોમ્બે) પોલીસ એક્ટ ની કલમ ૧૩૫ ના ગુના સબબ આજીવન કેદ તથા ઈ.પી.કો. કલમ ૩૦૨હેઠળ રૂ.૧૦,૦૦૦ દંડ, તથા ઈ.પી.કો. કલમ ૩૦૭ હેઠળ રૂ.૫૦૦૦ દંડની સજાનો હુકમ આજરોજ ફરમાવેલ છે.

Back to top button
error: Content is protected !!