GUJARAT

DGR દ્વારા ભૂતપૂર્વ સૈનિકો માટે અમદાવાદ ખાતે આજે વિશાળ જોબ ફેર યોજાશે

વાત્સલ્યમ સમાચાર
નવસારી

ભારત સરકારના રક્ષા મંત્રાલયના અધિકારક્ષેત્ર હેઠળ કાર્યરત Directorate General of Resettlement (DGR) દ્વારા આજે તા.૨૫ જુલાઈ ૨૦૨૫, શુક્રવારના રોજ સવારે 7 વાગ્યે અમદાવાદ લશ્કરી કેન્ટ ખાતે ભૂતપૂર્વ સૈનિકો (Ex-Servicemen) માટે વિશાળ જોબ ફેરનું આયોજન કરવામાં આવ્યું છે. આ જોબ ફેર ખાસ કરીને ભૂતપૂર્વ સૈનિકો (Ex-Servicemen) માટે નવી નોકરીઓ અને પુનર્વસન માટે તક પૂરી પાડવાનો હેતુ ધરાવે છે. ભૂતપૂર્વ સૈનિકો (Ex-Servicemen) DGR રોજગાર મેળા માટે www.esmhire.com  પર જઈ ઓનલાઈન નોંધણી કરાવી શકે છે. નોકરીવાંચ્છુ પૂર્વ સૈનિકોએ આ જોબ ફેર માટે પૂર્વ સૈનિકનુ ઓળખપત્ર (ઓરીજનલ) અને બાયો ડાટા/રીજ્યુમની ૦૫ (પાંચ) કોપી સાથે લાવવાની રહેશે.

Back to top button
error: Content is protected !!