
મહેસાણાના વિઠોડા તીર્થઅનુપમ પ્રા.શાળાના ઇનોવેટિવ શિક્ષક આદિત્યકુમાર દરજીને ‘જિલ્લા શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક’એવોર્ડથી સન્માનિત કરાયા.
વાત્સલ્યમ સમાચાર
સૈયદજી બુખારી વિજાપુર
મહેસાણા કમળાબા હોલ,સાર્વજનિક વિદ્યાસંકુલ ખાતે પાંચમી સપ્ટેમ્બર શિક્ષક દિને યોજાયેલ ‘શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક’ કાર્યક્રમમાં પીએમશ્રી શ્રીમતી કે.બી.શાહ અનુપમ પ્રા.શાળા વિઠોડાના શિક્ષક દરજી આદિત્યકુમાર વિષ્ણુપ્રસાદને હરિભાઇ પટેલ માનનીય સંસદ મહેસાણાના હસ્તે ‘જિલ્લા શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક એવોર્ડ’ અર્પણ કરાયો.જેનો સમગ્ર શ્રેય તેઓએ ભગવાન યોગેશ્વર,પાંડુરંગશાસ્ત્રી આઠવલે(પૂ.દાદાજી) તથા શાળાના આત્મા એવા બાલદેવોને આપ્યો છ કહેવાય છે આદર્શ શિક્ષકના હાથમાં જ ભારતનું ભવિષ્ય રહેલું છે.શિક્ષકશ્રી આદિત્યકુમારના ‘અક્ષર સુધારણા’ પ્રોજેક્ટની રાજ્યકક્ષાના ઇનોવેશન ફેર 2022-23માં પસંદગી થઈ હતી તથા GCERT ગાંધીનગર દ્વારા તેમના આ પ્રોજેક્ટની વિડીયોગ્રાફી પણ થઈ હતી.એટલું જ નહીં મહેસાણા જિલ્લાના મોરપીંછ સમાન ગુજરાતી-ગણિતના શ્રેષ્ઠ 20 તજ્જ્ઞ શિક્ષકો દ્વારા તૈયાર કરેલ ‘શિક્ષક માર્ગદર્શિકા’માં પણ તેમણે ગુજરાતી વિષયના લેખકની શ્રેષ્ઠ ભૂમિકા ભજવી હતી.જેનો લાભ સમગ્ર ગુજરાતના વિદ્યાર્થીઓને મળ્યો છે.જેના કારણે આ પ્રોજેક્ટપથને રાષ્ટ્રીયકક્ષાના બે વિશિષ્ટ એવોર્ડ પણ મળેલ છે.આ ઉપરાંત કલાઉત્સવ,ખેલમહાકુંભ,SGFI GAME તથા અન્ય વક્તૃત્ત્વ,વાર્તાકથન,નિબંધલેખન,શ્રેષ્ઠ વાચક કે કાવ્યનિર્માણ સ્પર્ધાઓમાં તેમના માર્ગદર્શનમાં અનેક બાળકોએ ઝોન અને રાજ્ય કક્ષાએ અવ્વલ નંબર મેળવેલ છે.STTI ગાંધીનગરના ‘વાચન ક્ષમતા સુધારા’ પ્રોજેક્ટમાં પણ તેમણે રાજ્યકક્ષાના તજ્જ્ઞ તથા શિક્ષકોને આપવામાં આવતી તાલીમોમાં RP તજ્જ્ઞ તરીકેની વિશિષ્ટ કામગીરી કરેલ છે.ગતવર્ષે યોજાયેલ CET જ્ઞાનસેતુ પરીક્ષામાં તેમના માર્ગદર્શન હેઠળ શાળાના 21 વિદ્યાર્થીઓ શિષ્યવૃત્તિ મેરિટ લિસ્ટમાં અને તે પૈકી એક વિદ્યાર્થીનિનો સમગ્ર મહેસાણા જિલ્લામાં દ્વિતીય નંબર આવેલ છે.તેમની આ સિદ્ધિને SMC તથા શાળા પરિવાર વિઠોડા બિરદાવે છે,ખૂબ ખૂબ અભિનંદન પાઠવે છે તથા ગૌરવ અનુભવે છે.




