KALOL(Panchamahal)PANCHMAHAL

વેજલપુર ના ઉગમેશ્વર પ્રાર્થના હોલ ખાતે સ્વ સ્વિટી મહેન્દ્ર સોની ની શ્રધ્ધાંજલિ કાર્યક્રમ યોજાયો.

 

તારીખ ૨૫/૦૭/૨૦૨૫

સાજીદ વાઘેલા કાલોલ 

શ્રીમતી એસ આર દવે કન્યા વિદ્યાલય વેજલપુર ના ઉગમેશ્વર પ્રાર્થના હોલ ખાતે સ્વ સ્વિટી મહેન્દ્ર સોની ની શ્રધ્ધાંજલિ કાર્યક્રમ યોજાયો આ શ્રધ્ધાંજલિ કાર્યક્રમ છેલ્લા ૩૦ વર્ષો થી અવિરતપણે સ્વ કંચનલાલ મોહનલાલ સોની પરિવાર દ્વારા પ્રોત્સાહન પુરસ્કાર ધોરણ ૯,૧૦,૧૧,૧૨ ની પ્રથમ,દ્વિતીય અને તૃતિય ક્રમે ઉતીર્ણ થયેલ વિદ્યાર્થીની ઓને સ્મૃતિ ચિન્હ વિતરણ કરવામાં આવે છે આજે તારીખ ૨૪/૭/૨૦૨૫ ના રોજ ૩૧ મી પુણ્યતિથિ નિમિત્તે વેજલપુર પોલીસ સ્ટેશન પી.આઈ.મહેશ ગઢવી તેમજ મહેન્દ્ર સોની અને શાળા ના આચાર્ય હર્ષાબેન પંચાલ અને શાળા પરિવાર તેમજ હાજર તમામ મહેમાનો દ્વારા સ્વ સ્વિટી મહેન્દ્ર સોનીને શ્રધ્ધાજલિ અર્પણ કરવામાં આવી હતી અને એક માતા પિતા તેઓની પુત્રી સ્વિટી ને દર વર્ષે શ્રધ્ધાજલિ અર્પણ કરી યાદ કરી ભગવાન ઘરે અમર છે તેમ માને છે જેથી હાજર તમામ મહેમાનો તેમજ વિદ્યાર્થીની ઓની આખો ભીની થઈ હતી સ્વ સ્વિટી મહેન્દ્ર સોની ની શ્રધ્ધાંજલિ બાદ એક કવિ સંગીતકાર ગોપાલભાઈ પટેલ દ્વારા સુંદર મજાનું ભજન ગીત પ્રાર્થના રજૂ કરવામાં આવ્યું હતું.ત્યાર બાદ શાળાના આચાર્ય હર્ષાબેન પંચાલ અને સતીષ શેઠ દ્વારા વેજલપુર પોલીસ સ્ટેશનના પી.આઈ.મહેશ ગઢવી નું સાલ ઓઢાડી અને ફૂલ બુકે તેમજ અયોધ્યા ના રામ લંલા ની પ્રતિમા અર્પણ કરી સન્માન કરવામાં આવ્યું હતું તેમજ ઉપસ્થિત હાજર તમામ મહેમાનો નું સ્વાગત કરી સન્માન કરવામાં આવ્યું હતું વેજલપુર પોલીસ સ્ટેશનના પી.આઈ મહેશ ગઢવી એવા કવિ લેખક દ્વારા પ્રવચન આપવામાં આવ્યું હતું જેમાં તેઓના જીવનમાં સંઘર્ષ વિષે વાત કરી હતી અને પોતે કેટલી જહેમત ઉઠાવી તે વિષે જણાવ્યું હતું અને શાળા માં હાજર વિદ્યાર્થીની ઓને દરેક દીકરી ઓને સાચી દિશા નું માર્ગદર્શન આપ્યું હતું વેજલપુર પોલીસ મથકના પીઆઈ ગઢવી તથા શી ટીમ ના હેડ કોન્સ્ટેબલ મેનકાબેન અને આચાર્યા હર્ષાબેન પંચાલ ગર્લ્સ સ્કુલના પ્રિન્સિપાલ તેમજ સતીષભાઈ શેઠ દ્વારા પ્રથમ ,દ્વિતીય અને તૃતિય ક્રમે ઉતીર્ણ થયેલ વિદ્યાર્થીની ઓને સ્મૃતિ ચિન્હ તેમજ ઇનામ વિતરણ કરી એવોર્ડ આપી સન્માન કરવામાં આવ્યા હતા તથા આચાર્યા હર્ષાબેન પંચાલ શાળા ની તમામ વિધાર્થીની ઓને પોતાની દીકરી ઓને એક સમાન માણી તેઓ અને શાળા ની પ્રગતિ માટે ખૂબ જહેમત ઉઠાવે છે જેથી આ શાળા જીલ્લા ની ગુણોત્સવ માં A+ ધરાવતી શાળા છે.S.S.C.અને H.S.C માં A1 ગ્રેડ મેળવેલ દીકરીઓ ને સૌએ પ્રોત્સાહિત કરી ઇનામ તેમજ એવોર્ડ આપી સન્માનિત કરી બિરદાવી હતી સમગ્ર જીલ્લા ની ૧૪૧ માં શ્રીમતી એસ આર દવે કન્યા વિદ્યાલય વેજલપુર શાળા જીલ્લા ની ગુણોત્સવ માં A+ ધરાવતી શાળાઓમાં સમાવેશ થયો છે ભારત માં બીફાર્મ ની ફાયનલ એક્ઝામ માં ઓલ ઈન્ડિયા રેન્ક 1274 થી પાસ થયેલ પ્રેયસ ઠાકોર ને આ કાર્યક્રમમાં એવોર્ડ આપવા માં આવ્યો હતો અને શાળા દરેક વિદ્યાર્થીની ઓને સંકલ્પ પત્ર આપ્યું હતું અને આ કાર્યક્રમ ને સફળ બનાવવા મહેન્દ્ર સોની,સતીષ શેઠ, શાળા ના આચાર્ય હર્ષા બેન પંચાલ તેમજ શાળા સ્ટાફ કાર્યક્રમ ને સફળ બનાવવામાં ખુબ જહેમત ઉઠાવી કાર્યકમ ને સફળ બનાવ્યો હતો.

 

Back to top button
error: Content is protected !!