AHAVADANGGUJARAT

ડાંગ જિલ્લાનાં આહવાની જય અંબે સોસાયટીમાં દીપડો દેખાતા ભયનો માહોલ..

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ

ડાંગ જિલ્લાના મુખ્ય મથક આહવામાં દીપડાના દેખાવાથી લોકોમાં ભયનો માહોલ છવાઈ ગયો છે. દીપડો દેખાતો હોય તે સીસીટીવી કેમેરામાં કેદ થયો હતો.જેને વિડિયો વાયરલ થવા પામ્યો છે.આહવા નગરનાં જુના હેલિપેડ નજીક આવેલી જય અંબે સોસાયટીમાં એક દીપડો ખુલ્લેઆમ લટાર મારતો જોવા મળ્યો હતો. આ ઘટના સોસાયટીમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે, અને દીપડાનો લટાર મારતો વીડિયો વાયરલ થતા સ્થાનિક રહીશોમાં ગભરાટ ફેલાયો છે.પ્રાપ્ત માહિતી અનુસાર, ગત રાત્રિના સમયે જય અંબે સોસાયટીના રહીશોએ તેમના ઘરની આસપાસ એક દીપડાને ફરતો જોયો હતો. સોસાયટીના સીસીટીવી ફૂટેજમાં સ્પષ્ટ દેખાય છે કે દીપડો કોઈ પણ જાતના ડર વિના ખુલ્લી જગ્યામાં ફરી રહ્યો છે.આ વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થયો છે, જેના કારણે આહવા અને આસપાસના વિસ્તારોમાં લોકોમાં ચિંતા વધી છે.આ ઘટના બાદ વન વિભાગને જાણ કરવામાં આવી છે.વન વિભાગ દ્વારા દીપડાને પકડવા અને લોકોને સુરક્ષિત રાખવા માટે જરૂરી પગલાં લેવામાં આવી રહ્યા છે. સ્થાનિક તંત્ર દ્વારા લોકોને રાત્રિના સમયે સાવચેત રહેવા અને ખાસ કરીને નાના બાળકોને એકલા બહાર ન જવા દેવા અપીલ કરવામાં આવી છે. દીપડાના ભયને કારણે સોસાયટીના લોકોમાં દહેશતનો માહોલ છે અને તેઓ ઝડપથી આ સમસ્યાનો ઉકેલ આવે તેવી આશા રાખી રહ્યા છે..

Back to top button
error: Content is protected !!