JUNAGADH CITY / TALUKO

ગિરનાર આમકુ બીટમાં આવેલ કાશ્મીરી બાપુના આશ્રમ ખાતે આજથી શિવમહાપુરાણનો પ્રારંભ

ગિરનાર આમકુ બીટમાં આવેલ કાશ્મીરી બાપુના આશ્રમ ખાતે આજથી શિવમહાપુરાણનો પ્રારંભ
વાત્સલ્યમ્ સમાચાર
ભરત બોરીચા – જૂનાગઢ
જૂનાગઢ : ગઈકાલે પ્રવિત્ર શ્રાવણ માસનો પ્રારંભ થયો અને આજે શ્રાવણ માસના બીજા દિવસ શનિવારથી શ્રાવણ સુદ નોમ રવિવાર સુધી તિથૅભુમિ ગિરનાર ક્ષેત્રમાં દાતારેશ્વર મહાદેવના સાનિધ્યમાં શિવમહાપુરાણ કથાનો પ્રારંભ કરવામાં આવ્યો છે.
ગિરનાર તળેટીથી બે કિમી આમકુ બીટમાં વર્ષો પહેલા કૈલાસવાસી સંત શિરોમણી કૈલાસવાસી ગુરૂ મહારાજ કાશ્મીરી બાપુએ અલખ જ્યોત જગાવી ગિરનાર તીર્થસ્થલમા દાતારેશ્વર મહાદેવના સાનિધ્યમાં પોતાની વ્યક્તિગત અનન્ય અઘ્યાત્મનાં દશૅન કરાવ્યા હતા, અને આજેય આ જગ્યામાં કાશ્મીરી બાપુની ચેતનાની ઉર્જાઓની ભાવિક ભક્તો અનુભૂતિ કરી રહ્યા છે. મંહતશ્રી 1008 નર્મદાપુરી માતાજીએ પણ કાશ્મીરી બાપુના તેજપુંજને આગળ ધપાવી પ્રકૃતિની ગોદમાં અવિરત અન્નક્ષેત્ર કાર્યન્વિત કરી શ્રી દાતારેશ્વર મહાદેવ જગ્યાની મહત્તા વઘારી રહ્યા છે.
અખિલ બ્રહ્માંડના માલિક શિવ સ્વયંભૂ છે, શાશ્વત છે, અને વિશ્વ માટેની ચેતના છે, તેમ જણાવી મંહતશ્રી 1008 નર્મદાપુરી માતાજીએ સમગ્ર જીવ સૃષ્ટિનાં કલ્યાણ માટે પાવન શ્રાવણ મહિનામાં તા. 26 જુલાઈ થી તા. 3 ઓગસ્ટ સુધી નવ દિવસીય શિવમહાપુરાણ કથાના આયોજનમાં સવારે 9 થી 12
અને બપોરે 3 થી 6 દરમિયાન કથાશ્રવણ કરવા ભાવિકભકતો ભાવભર્યું નિમંત્રણ પાઠવ્યું છે. જેમાં વ્યાસપીઠ પર આચાર્ય નિકુંજ મહારાજ ત્રિવેદી ભાદરવા સુદ આશ્રમ કથામુતનુ પાન કરાવશે મર્હિષ વેદવ્યાસ દ્વારા રચિત અઢાર પુરાણ કથામાં સૌથી મોખરે શિવમહાપુરાણ છે જેમાં ભગવાન શિવનો મહિમા અને ભક્તિ ઉપરાંત છ ખંડમાં 24 હજાર શ્લોકમાં દેવાધિદેવ શિવનાં કલ્યાણકારી મહિમા ઉપાસના રહસ્ય અને પુજા પઘ્ધતિનો નિદૅશ કયો છે, ગિરનાર પાવન તીર્થ ભૂમિમાં પ્રકૃતિ વચ્ચે ઈશ્વર તરફનો એકાકાર કરવાનો આ આસ્વાદ ચુકવા જેવો નથી સૌ જીજ્ઞાસાઓને કથા શ્રવણ માટે મંહતશ્રી 1008 નર્મદાપુરી માતાજી તથા સેવકગણ દ્રારા ભાવિક ભક્તો લાભ લેવા ભાવભર્યું નિમંત્રણ પાઠવવામાં આવે છે.

Back to top button
error: Content is protected !!